Jeet Pabari suicide case: ભારતીય ક્રિકેટર ચેતેશ્વરના સાળા જીત પાબારીએ આત્મહત્યા કરી લેતા ચકચાર; દુષ્કર્મની ફરિયાદ થતાં ડિપ્રેશનમાં હતો

  • Gujarat
  • November 26, 2025
  • 0 Comments

Jeet Pabari suicide case:ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના રાજકોટમાં રહેતા સાળા જીત પાબારીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.મૃતક સામે તેની પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી તેથી તે ડિપ્રેશનમાં રહેતો હતો તેવું અનુમાન લાગવાઈ રહ્યું છે.આ ફરિયાદ થઈ તે 26 નવેમ્બર હતો અને તે જ દિવસે તેણે આત્મહત્યા કરી છે.

ગત 26 નવેમ્બર 2024ના રોજ માલવિયા નગર પોલીસ સ્ટેશન ખાતે જીત પાબારીની પૂર્વ મંગેતર દ્વારા જીત વિરુધ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી,આમ એક વર્ષ બાદ એટલે કે આજે તા. 26 નવેમ્બર, 2025ના રોજ આત્મહત્યા કરી લીધી છે.

જીત પાબારીએ અમીન માર્ગ સ્થિત પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ માલવિયાનગર પોલીસ હોસ્પિટલ ખાતે જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.જીત પાબારીએ કરી લીધેલી આત્મહત્યા પાછળનું કારણ એક વર્ષ જૂની દુષ્કર્મની ફરિયાદ હોવાનું મનાઈ રહ્યું છે.

જીત પાબારીએ બુધવાર, 26 નવેમ્બર, 2025ના રોજ આત્મહત્યા કરી છે અને બરાબર એક વર્ષ પહેલાં આજ દિવસે એટલે કે તા. 26 નવેમ્બર, 2024ના રોજ, જીતની પૂર્વ મંગેતર દ્વારા તેની વિરુદ્ધ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મતલબ જે દિવસે પોલીસ ફરિયાદ થઈ તેજ દિવસે આત્મહત્યા કરી લેતા અનેક તર્ક ઉઠવા પામ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જીતની પૂર્વ મંગેતરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જીત પાબારીએ લગ્નની લાલચ આપી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા અને સગાઈ કર્યા બાદ પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જીતે સગાઈ તોડી નાખી હોવાનું જણાવ્યું હતુ આ આરોપો બાદ જીત સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ એક વર્ષ પછી ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા બેટ્સમેન ચેતેશ્વર પૂજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ રાજકોટ શહેરના અમીન માર્ગ રોડ પર આવેલા પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”