
Rally in support of Jignesh Mevani:ઉત્તર ગુજરાતમાં થરાદમાં મેવાણીએ દારૂ-ડ્રગ્સ બંધ કરો નહીતો’પટ્ટા ઉતરી જશે’ની ચીમકી આપી અને વિવાદ થયો અને પોલીસ પરિવારે જીગ્નેશ મેવાણી વિરુદ્ધ મોરચો માંડી હાય હાયના નારા લગાવી મેવાણીના રાજીનામાની માંગ કરી રેલીઓ કાઢી હતી જે કચ્છ પોલીસ પરિવાર સુધી રેલીઓ નીકળી હતી જે દ્રશ્યો જોઈ હવે લોકો મેવાણીના સમર્થનમાં રસ્તા ઉપર ઉતર્યા છે.
હવે આજ સ્થળ એટલે કે જ્યાં નિવેદન બાબતે વિવાદ થયો હતો તે થરાદમાં જીગ્નેશ મેવાણીના સમર્થનમાં લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા અને જીગ્નેશ ભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા ગુંજયા હતા. આમ,વ્યસન મુક્તિ માટે ચાલતી લડાઈમાં સામસામે બે જૂથ પડી જતા લોકોમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
થરાદ ખાતે આજે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં રેલી નીકળી હતી જેમાં કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો આ જનઆક્રોશ રેલીમાં જોડાયા હતા. કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જીજ્ઞેશ ભાઈ તુમ આગે બઢોના નારા લાગ્યા હતા.
નશીલા પદાર્થોના વેચાણ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ સાથે નીકળેલી રેલી થરાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને અધિકારીઓને આવેદનપત્ર સુપરત કર્યુ હતું, જેમાં થરાદને ડ્રગ્સના દૂષણને પગલે ‘ઊડતા ગુજરાત’ બનતું અટકાવવાની માગ કરાઈ હતી.
આ તકે સાંસદ ગેનીબેન, જિલ્લા કોંગ્રેસપ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, માંગીલાલ પટેલ સહિત કોંગ્રેસના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જીગ્નેશ મેવાણીના સમર્થનમાં પાટણ અને ભુજમાં પણ રેલીઓ નીકળી હતી અને કલેક્ટરને આવેદન અપાયું હતું.
આમ,એક તરફ પોલીસ પરિવાર જીગ્નેશ મેવાણીના વિરોધમાં રેલી યોજી રહ્યા છે ત્યારે બીજી તરફ જીગ્નેશ મેવાણીના સમર્થકો દ્વારા મેવાણીના સમર્થનમાં રેલીઓ યોજી રહયા હોવાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે.
આ પણ વાંચો:
Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે






