
Jignesh Mevani’s counterattack on Harsh Sanghvi: ગુજરાતમાં બેફામ વેંચતા દારૂ-ડ્રગ્સના વેચાણ વિરુદ્ધ કોંગ્રેસ આક્રમક બની છે અને જન આક્રોશ રેલી દ્વારા અડ્ડાઓ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે આ અભિયાન દરમિયાન થરાદમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસને દારૂબંધીના અમલ કરાવવા અપીલ કરી પોલીસના પટ્ટા ઉતારી દેવાની ચીમકી બાદ હવે આ મુદ્દે વિવાદ જામ્યો છે અને તેની સામે પોલીસ સમર્થનમાં આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આડકતરી રીતે મેવાણીને નિશાન બનાવી સંસ્કારની વાત કરતા હવે સામે જીગ્નેશ મેવાણીએ પણ વળતો પ્રહાર કરી X ઉપર માહિતી શેર કરી છે કે હર્ષ સંઘવી કેટલા સંસ્કારી છે તે બધાને ખબર છે તેઓએ એક પીએસઆઇને લાફો માર્યો હતો.
નજીકના ભૂતકાળમાં સંસ્કારી મંત્રી હર્ષ સંઘવી એ એક જાહેર સેવક ( મોટા ભાગે PSI) પર હુમલો કરવાના કેસના આરોપી રહી ચૂક્યા છે!@abpasmitatv @tv9gujarati @sandeshnews @Zee24Kalak @News18Guj @VtvGujarati @gujratsamachar @GujaratFirst @TOIAhmedabad @ahmedabadmirror @TOISurat @SuratNews_… pic.twitter.com/3R9IzRPuLi
— Jignesh Mevani (@jigneshmevani80) November 26, 2025
જેમાં જે વાતો સામે આવી છે તેમાં વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી વખતે ભાજપે વડાપ્રધાનના ચહેરા તરીકે નરેન્દ્ર મોદીને જાહેર કર્યાં હતાં ત્યારે ધારાસભ્ય હર્ષ સંઘવી તથા તેમના સમર્થકોએ જાહેર માર્ગ પર મંજૂરી વિના ફટાકડાં ફોડયાં હતાં. તે વખતે ટ્રાફિક જામ થતાં કોઇકે 100 નંબર પર ફોન કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે રકઝક થતાં હર્ષ સંઘવીએ પોલીસ ઇન્સ્પેક્ટરને ચાર પાંચ લાફા ફટકારી દીધાં હતાં,આ મામલે ઉમરાં પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી જેની કલમો સહિતની જાણકારી મેવાણીએ વીડિયોમાં જણાવી હતી.
આમ, મેવાણી સામે નિવેદનબાજી કરી નાયબ મુખ્યમંત્રી પણ ભરાઈ ગયા છે અને આ મામલો ભારે ચર્ચામાં આવ્યો છે.આમ,જીગ્નેશ મેવાણીએ સોશ્યલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કરી કેપશનમાં લખ્યું કે ” સંસ્કારી મંત્રી હર્ષ સંઘવી એ એક PSI પર હુમલો કરવાના કેસના આરોપી રહી ચૂક્યા છે!”
આ પણ વાંચો:






