Gujarat Police Recruitment: રાજ્યમાં પોલીસ વિભાગમાં જવા માંગતા યુવાનોની આતુરતાનો અંત! કુલ 13,591 પોસ્ટ માટે નીકળી ભરતી, ફટાફટ ભરી દો ફોર્મ

  • Gujarat
  • November 30, 2025
  • 0 Comments

Gujarat Police Recruitment:સરકારી નોકરી અને તેમાંય પોલીસમાં જવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે, ગુજરાત પોલીસ વિભાગમાં કુલ 13,591 પોસ્ટ માટે ભરતી થનાર છે, જેમાં PSIની 858 અને લોકરક્ષકની 12733 જગ્યા માટે ઉમેદવારો 3થી 23 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે,ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની 13,591 ખાલી જગ્યા પર ભરવા માટેની જાહેરાત કરવામાં આવી છે.

આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 3 ડિસેમ્બર, 2025થી શરૂ થશે. ઉમેદવારો 23 ડિસેમ્બર, 2026 સુઘી ઓનલાઈન અરજી કરી શકશે.પોલીસ સબ ઇન્સ્પેકટરની 858 જગ્યા માટે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને જેલર ગૃપ-2ની ભરતી છે,ગ્રેજ્યુએશન(સ્નાતક) કરેલું હોય તેવા ઉમેદવારો PSI માટે અરજીપાત્ર છે.

લોકરક્ષક(LRD)ની 12733 ખાલી જગ્યાઓ મુખ્યત્વે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) અને જેલ સિપોઈ (પુરૂષ/મહિલા)ની જગ્યાઓનો સમાવેશ થાય છે જેમાં ધો.12 પાસ ઉમેદવારો લોકરક્ષક(LRD) માટે અરજી કરી શકશે.

તા.3 ડિસેમ્બર બપોરે 2:00 વાગ્યાથી લઈ તા.23 ડિસેમ્બર 2025 સુધી રાત્રે 11:59 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે,ઉમેદવારો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in તેમજ https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

હાલમાં પોલીસ વિભાગમાં નોકરી કરવા ઇચ્છતા યુવાનો વહેલી સવારે કસરત અને દોડવા જઈ રહયા છે અને તેઓનું સપનું હોય છે કે એક દિવસ તે પણ ખાખી વરદી પહેરશે.
આમ,આવા ઉમેદવારો માટે હવે તક આવીને ઉભી છે ત્યારે તેઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: 

Another teacher dies in SIR campaign: SIR કામગીરીનો વિવાદ:મહેસાણામાં BLOનું હાર્ટ-એટેકથી મોત,10 દિ’માં પાંચ શિક્ષકના મોતથી ગમગીની

X war between BJP Congress: ભાજપના એકાઉન્ટ પણ વિદેશથી હેન્ડલ થાય છે! શુ ભાજપ કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય નથી ?કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર

Bharat Mala Project:ભારતમાલા પ્રોજેક્ટમાં ₹500 કરોડનો ભષ્ટ્રાચાર!નવો નક્કોર હાઇવે 4 મહિનામાં તૂટી ગયો! ‘હવે નવો રોડ બનશે!’ બોલો!

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

  • August 12, 2026
  • 5 views
NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

  • August 12, 2026
  • 5 views
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

  • August 12, 2026
  • 6 views
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 9 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 6 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 9 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ