
Journalism Corruption: આમ તો મીડિયાએ લોકશાહીની ચોથી જાગીર કહેવાય છે પરંતુ કેટલાક પત્રકારોએ તેને ખંડણી ઉઘરાવવાનું શસ્ત્ર બનાવી દીધું છે. તાજેતરમા ગુજરાતના જાણીતા મીડિયા હાઉસના પત્રકાર લાંચ લેતા પકડાયા હતા તેમણે LCB માં ફરિયાદ આપીને તેના નિકાલ માટે લાંચ માંગી હતી ત્યારે આ જ મીડિયા હાઉસના વધુ એક પત્રકાર લાંચ લેતા પકડાયા છે. આ પત્રકારે અમદાવાદના જ્વેલર પાસેથી પત્રકારે રૂ. 10 લાખ માંગ્યાનો આરોપ લાગતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ આ પત્રકાર સામે આજે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. પત્રકાર દીર્ઘાયુ વ્યાસે પોતાને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) તરીકે રજૂ કરીને એક વેપારીને જાનથી મારી નાખવાની, બળાત્કાર અને જાતિવાદી કલમ હેઠળ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હોવાનો આરોપ છે. આ ઘટના મુજબ, વ્યાસની આ કારનામાંઓથી સંસ્થાની પ્રતિષ્ઠા ખરડાઈ છે અને અન્ય પીડિતો પણ પોલીસ સંપર્કમાં આવી રહ્યા છે.
પત્રકારો ભ્રષ્ટ થવા પાછળ આખરે જવાબદાર કોણ?
આ પ્રકારની ઘટના સામે આવતા સવાલ તે થાય છે કે આખરે પત્રકારો ભ્રષ્ટ થવા પાછળ જવાબદાર કોણ ? કારણ કે મીડિયામાં જે પણ સમાચાર જાય છે તેની તંત્રી અને માલિકને ખબર જ હોય છે. ખરેખરમાં કોઈ અખબારનું નામ લઈને મોટા મોટા કૌભાંડ કરે અને તેની જાણ પણ ન થાય તેવું કેમ બને? આ મામલે વરિષ્ઠ પત્રકાર મયુર જાની અને હિમાશું ભાયાણીએ શું સમજાવ્યું જુઓ વીડિયો…
આ પણ વાંચો:
Delhi: ‘ડિલિવરી બોયે મને ખોટી રીતે સ્પર્શ કર્યો’, શરમજનક કૃત્ય CCTVમાં કેદ, કંપનીએ શું કહ્યું?
UP: રાત્રે 11 વાગ્યે કર્યો ભાઈને ફોન, પતિની કરી ફરિયાદ, પછી જે પ્રિયંકા સાથે થયું…










