
જૂનાગઢ જીલ્લમાં ઈકો ઝોન લાગુ કરવાને લઈ સરકાર દ્વારા ઘણા સમયથી મથામણ ચાલી રહી છે. જેનો જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ વિરોધ કરી રહ્યાં છે.
ગઈકાલે વિસાવદરના મોણપરી ખાતે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામની આગેવાનીમાં ખેડૂતો સાથે જનસભા યોજાઈ હતી. જેમાં આપ પાર્ટીના નેતાઓ ઉપરાંત વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા હર્ષદ રીબડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઈકોઝોનનો વિરોધ નોંધાવ્યો હતો.
ત્યારે આજે ભાજપના જ નેતા ભૂપત ભાયાણીએ આડકતરી રીતે હર્ષદ રિબડિયા પર નિશાન કહ્યું હતુ કે છેલ્લા ઘણા દિવસોથી અમારા વિસ્તારમાં ઈકોઝોન મુદ્દે , ખેડૂતોના હિત મુદ્દે સરકાર અને ભારતીય જનતા પાર્ટીને એનકેન પ્રકારે બદનામ કરવાના ઈરાદાથી અમુક લોકો હમણા નીકળી પડ્યાં છે. જેનો જવાબ હર્ષદ રીબડીયા અને પ્રવિણ રામે આપ્યો છે.
ખેડૂતોને અન્યાય થતો હોય અને બંગડીઓ પહેરી ઘરે બેઠા રહેવું અધર્મઃ હર્ષદ રીબડીયા
જનસભમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના નેતા હર્ષદ રીબડીયાએ જણાવ્યું હતું કે, રાજનીતિ અને પક્ષ પછી, પહેલા મારા જગતના તાત ખેડૂતનો દિકરો હોવો જોઈએ. એટલે હું અહીં આવ્યો છું. વિપક્ષના મિત્રો ઘણા સમયથી ખેડૂતો માટે લડે છે, ત્યારે મારી પણ એક ખેડૂતના દીકરા તરીકે ફરજ છે. રાજનીતિનો પણ ધર્મ છે કે આપણા ખેડૂતોને અન્યાય થતો હોય અને તમે બંગડીઓ પહેરીને ઘરે બેઠા ન રહેવું જોઈએ. તે ખેડૂતો માટે ન્યાય ન કહેવાય.
AAP નેતા પ્રવીણ રામે ભાયાણીને આડે હાથ લીધા
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને ઇકોઝોનનની લડતના પ્રણેતા અને AAP નેતા પ્રવીણ રામે લીધા આડે હાથ છે. આપ નેતા પ્રવીણ રામ અને ભૂપત ભાયાણી આમને સામને આવી ગયા છે. ભૂપત ભાયાણીના બયાન ઉપર આપનેતા પ્રવીણ રામે કર્યો પલટવાર કર્યો છે. આપ નેતા પ્રવીણ રામે કહ્યું કે ખેડૂતોને જરૂર હોય ત્યારે નીકળી જ પડવું પડે. ભુપતભાઈ એ એવું કહ્યું કે કાયદાની કોઈ સાચી માહિતી નથી આપતા ત્યારે આ વાત પર પ્રવિણ રામે કટાક્ષ કરતા કહ્યું કે હે અવતારી પુરુષ અમે સાચી માહિતી ના આપતા હોય તો તમને સાચી માહિતી આપતા કોણ રોકે છે? રાજકીય રોટલાના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે તમે ધારાસભ્યમાંથી રાજીનામું આપી ભાજપમાં ગયા તો તમે શું ત્યાં ભજીયા તળવા ગયા છો?
સાથે સાથે આપનેતા પ્રવીણ રામે ભૂપતભાઈને ત્રણ પ્રશ્નો પૂછ્યા અને જવાબ આપવા કહ્યું 1) ભુપતભાઈ તમે ઇકોઝોન લાગુ કરાવવા માંગો છો કે નાબૂદ કરવા માંગો છો? ,2 ઇકોઝોનથી ખેડૂતોને જો ફાયદો થતો હોય તો 10 ફાયદા જણાવો, 3) તમે પક્ષ પલટો કર્યો એ પ્રજા સાથે દ્રોહ કેવાય કે ના કેવાય?
આપનેતા પ્રવીણ રામે અંતે કહ્યું કે જો ભૂપતભાઈ તમે આ પ્રશ્નોના જવાબ ના આપ્યા તો દરેક સભામાં તમને યાદ કરીશ અને જો તમે જવાબ નહીં આપો તો અમે એવું સમજીશું કે તમને ભાજપથી પ્રેમ છે ,ખેડૂતોથી પ્રેમ નથી.