અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ માટે બંધ, અવર-જવર ક્યાથી કરશો?

  • Gujarat
  • December 30, 2024
  • 0 Comments

અમદાવાદનો સારંગપુર બ્રિજ દોઢ વર્ષ માટે બંધ રહેશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આગામી દોઢ વર્ષ સુધી સારંગપુર બ્રિજ બંધ રહેવા અંગે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. બ્રિજ તોડીને નવો બનાવાશે. 2 જાન્યુઆરી 2025થી 30 જૂન 2026 સુધી બંધ રહેશે.

રેલવે સ્ટેશનના મુખ્ય રસ્તાને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરાયો

હવે સારંગપુર બ્રિજ બંધ થતાં લોકોની અવર-જવર માટે રસ્તાને ડાયવર્ટ કરાયો છે. રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થતું હોવાના કારણે રેલવે વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજ અને કાલપુર બ્રિજને ફોર લેન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આ બ્રિજ રૂ. 439 કરોડના ખર્ચે બનાવાશે, જેનું કામ દોઢ વર્ષ સુધીમાં પૂર્ણ થાય તેવો અંદાજ છે.

વૈકલ્પિક માર્ગો

1) ગીતા મંદિર,ગાંધી રોડ,ખાડીયા તથા શહેર તરફથી આવતા વાહનો કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઇ વાણિજ્ય ભવન થઇ અનુપમ/અંબિકા બ્રીજ થઈ એપરલ પાર્ક થઇ અનુપમ સિનેમા થઈ જરૂરીયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે.

    2) ગીતા મંદિર તથા શહેર તરફથી આવતા વાહનો જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઇ રેલ્વે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે, તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઇ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઇ શકાશે.

    3) રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રીજ તરફ જવા રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તા થઇ અનુપમ સિનેમા થઇ અનુપમ/અંબિકા બ્રીજ થઇ કાંકરીયા ગીતામંદિર થઇ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.

    4) રખિયાલ ઓઢવ તરફથી કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રીજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઇ ચારતોડા કબ્રસ્તાન થઇ સરસપુર ગુરુદ્વારા થઇ કાલુપુર બ્રીજ થઈ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.

      Related Posts

      Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
      • September 21, 2026

      Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

      Continue reading
      Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
      • September 21, 2026

      Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

      Continue reading

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *

      You Missed

      Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

      • September 21, 2026
      • 5 views
      Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

      Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

      • September 21, 2026
      • 7 views
      Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

      Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

      • September 21, 2026
      • 9 views
      Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

      Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

      • September 21, 2026
      • 10 views
      Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

      Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

      • September 21, 2026
      • 7 views
      Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

      Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

      • September 21, 2026
      • 9 views
      Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?