
Junagadh: જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે જટાશંકર મહાદેવ મંદિરે દર્શનાર્થે આવેલા લગભગ 150 લોકો પાણીના તેજ પ્રવાહમાં ફસાયા હતા. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં, સ્થાનિક તંત્ર દ્વારા પૂરતી સાવચેતીનાં પગલાં ન લેવાતાં આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
ગિરનાર પર્વત પર 150 લોકો ફસાયા
મળતી માહિતી મુજબ જટાશંકર મહાદેવ મંદિરે દર્શન કરવા આવેલા યાત્રાળુઓ અને પર્યટકો ચોમાસાની મોસમમાં ઝરણાંનો આનંદ માણવા ગયા હતા. પરંતુ, અચાનક ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ધોધના પાણીનો પ્રવાહ વધી ગયો, જેના કારણે લોકો ફસાઈ ગયા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પર્યટકોને બચાવવા માટે પોલીસ અને વન વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે જોખમી પરિસ્થિતિમાં લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
નિયમોનું કડક પાલન નહીં
મહત્વનું છેકે, ગિરનાર પર્વત જૈન અને હિંદુ ધર્મના લોકો માટે પવિત્ર યાત્રાધામ છે, અને ચોમાસામાં અહીંની કુદરતી સુંદરતા પ્રકૃતિપ્રેમીઓને આકર્ષે છે. તહેવારોની રજાઓ દરમિયાન દૂર-દૂરથી લોકો અહીં ધોધમાં ન્હાવા અને જંગલનો આનંદ માણવા આવે છે. જોકે, આ વિસ્તારમાં વારંવાર ભારે વરસાદને કારણે લોકો ફસાઈ જવાની ઘટનાઓ બનતી રહે છે.ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા ચેતવણીના બોર્ડ મૂકવામાં આવ્યા છે, જેમાં લોકોને વરસાદી પાણીના પ્રવાહથી સાવધ રહેવા જણાવાયું છે. જોકે, આ નિયમોનું કડક પાલન ન થતું હોવાથી પર્યટકો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આ ઘટનાએ તંત્રની તૈયારી અને ચેતવણીના પગલાંની અસરકારકતા પર સવાલો ઉભા કર્યા છે.
લોકોને સાવચેત રહેવા સુચના
આ ઘટના બાદ, વન વિભાગ અને પોલીસે લોકોને ચોમાસા દરમિયાન ગિરનાર પર્વતની મુલાકાત લેતી વખતે વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે યાત્રાળુઓ અને પર્યટકોને હવામાનની આગાહીનું ધ્યાન રાખવા અને ચેતવણીના બોર્ડનું પાલન કરવા જણાવ્યું છે, જેથી આવી ઘટનાઓ ટાળી શકાય.
આ ઘટના એ ચેતવણી છે કે ચોમાસાની ઋતુમાં પ્રકૃતિનો આનંદ માણતી વખતે સલામતીનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે, નહીં તો નાની ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં આભ ફાટવાથી 60 લોકોના મોત અને 120 ઘાયલ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ
UP News: વારાણસીમાં ટ્રેનમાં બેસીને પોતાની બેનના ઘરે જતી યુવતીને અલ્તાફे છેતરી કર્યું આવું