
Kahanvadi land Scame: આણંદના આંકલાવ તાલુકામાં આવતાં કહાનવાડી ગામે સરકારી પડતર જમીન રાજકોટના ગુરૂકુળને આપી દેવાનો મામલો દિવસેને દિવસે વધુ ગરમાતો જઈ રહ્યો છે. તાજેતરમાં જ ગ્રામજનોએ રાજોકટના ગુરુકુળના વલ્લભ સ્વામી સ્વામી વેરો ભરવા આવતાં લોકોને ખબર પડી હતી. ત્યારબાદ ગ્રામપંચાયતને તાળાબંધી કરી હતી. સાથે સાથે કલેક્ટરને આવેદન આપી ગુરુકુળ બનાવવા આપેલી જમીનનો હુકમ રદ્દ કરવા માગ કરી હતી. જોકે હજુ સુધી કોઈ પગલાં ન લેવાતાં મામલો ઉગ્ર બન્યો છે. ગ્રામજનો આંદોલનનો માર્ગ અપનાવા જઈ રહ્યા છે.
ગઈકાલે ગ્રામજનોએ આંકલાવ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ. સાથે સાથે કહાનવાડી ગામમાં જ વલ્લભ સ્વામીનું પૂતળુ બાળી વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનયી છે કે ત્યાગ વલ્લભ સ્વામી આ સિવાય રાજકોટમાં પણ જમીન કૌભાંડ સંડવાયેલા છે. બે વર્ષ અગાઉ તેમને રાજકોટ યુનિવર્સિટીમાં ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતુ. ત્યાગ વલ્લભ સ્વામી રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં કરોડો રુપિયાનું કૌભાંડ થયું હતુ. જેમાં પણ તેમનો હાથ હોવાનો આરોપ છે.
ત્યારે હવે કહાનવાડીની જમીન પર તેમણે તરાપ મારતાં ગ્રામજનો વિફર્યા છે. કહાનવાડીના ગ્રામજનોએ સોમવારના રોજ ખાસ ગ્રામ સભા બોલાવી હતી. જેમાં એક સમિતિની રચાન કરી પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામા આવી હતી. તેમજ સરકારી પડતર જમીન સર્વે નંબર 387 થી લઇને 393 સુધીની જમીન શૈક્ષણિક હેતુ માટે ફાળવવા બાબતે વિરોધ નોંધાવવા તેમજ તંત્ર દ્વારા પુન:વિચારણા કરી જમીન આપવાનો ઠરાવ રદ્ કરવા માગ કરી છે. સાથે સાથે આ જમીનના વિવાદમાં કોઈ સ્પષ્ટ નિર્યણ ન લેવામાં આવે ત્યા સુધી જમીન પર કંઈ પણ ન કરવા ગ્રામજનોએ સભા યોજી હતી.
114 કરોડની જમીન સ્વામિનારાયણ ગુરૂકુળને માત્ર 38 કરોડમાં ફટકારી દીધી
આંકલાવ તાલુકાના કહાનવાડીની 114 કરોડની 237 વીઘા સરકારી પડતર જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને માત્ર 38 કરોડમાં આપી દેવા મામલે રાજકારણ ગરમાયું છે. આણંદના સાંસદ મિતેષ પટેલે જમીન ફાળવવામાં ભલામણ પત્ર આપ્યો હતો. આરોપ છે કે આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભલામણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ગ્રામજનોને ધ્યાન બહાર આટલી બધી જમીનનો બારોબાર વહીવટ કરી નાખતાં સરકાર પર સવલો ઉઠ્યા છે.
ગ્રામજનો શું કહે છે?
10 માર્ચે ગ્રામસભામાં યોજી હતી. જેમાં ભાજપના કોઈપણ નેતાને બોલાવવામાં આવ્યા ન હતા. ગ્રામજનોનું કહેવું છે કે અમારા ગામની જમીન બચાવવા અમે હવે એકલા હાથે લડી લઈશું. અમારે કોઈપણ પક્ષના રાજકારણીઓની મદદની જરૂર નથી કારણ કે, રાજકીય નેતાઓ બંને બાજુ ઢોલકીઓ બજાવી રહ્યા છે. જેથી અમોને હવે નેતાઓ ઉપર ભરોસો રહેતો નથી. અમે અમારા ગામની જમીન માટે અમારી લડત સૌ ભેગા થઈને લડીશું અને કોઈપણ સંજોગોમા જમીન હડપવા નહીં દઈએ.
ગામમાં કોઈ સ્વામિનારાયણનું અનુયાયી નથી.
ગ્રામજનોનું કહેવું છે કહાનવાડી ઓછી વસ્તી ધરાવતું ગામ નદીકિનારે વસેલું છે. અહીં દર ચોમાસમાં પૂર આવી જાય છે. લોકોને ભારે નુકસાન થાય છે. ત્યારે ગુરુકુળને જમીન આપવાથી ગ્રામજનોને હાલાકી પડશે. ગામમાં સ્વામિનારયણનું કોઈ અનુયાયી નથી. આસપાસના ગામડાઓમાં પણ કોઈ અનુયાયી નથી. અહીં સવાલ એ થાય છે કે કહાનવાડી ગામમાં કોઈ સ્વામિનારાયણનું અનુયાયી નથી તો આમને જમીન શું કરવી છે. શિક્ષણ નામે પોતાના સંપ્રદાયનો ફેલાવો કરવા માગે છે કે બીજું કોઈ કરવા માગે છે?
આ પણ વાંચોઃ અમેરિકાએ પાકિસ્તાન રાજદૂતને ન આપી એન્ટ્રી; એરપોર્ટ પરથી જ કર્યા ડિપોર્ટ
આ પણ વાંચોઃ Morbi: બાળકી પર બળાત્કાર ગુજારનાર રીક્ષાચાલકને આજીવન કેદ, 35,100નો દંડ, પિડિતાને 4 લાખની સહાય
આ પણ વાંચોઃ USમાં મંદીના એંધાણથી ભારતીય શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 400 ઘટ્યો, નિફ્ટી 22,400થી નીચે |Share Market
આ પણ વાંચોઃ Ahmedabad: આરોપીને પકડવા ગયેલી પોલીસકર્મીઓ પર માથાભારે શખ્સનો હુમલો