
ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં ગઈકાલે સવારે 6 વાગ્યાના સમયમાં એક પુક્તવયની યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં ખળભળાટ મચી ગયો છે. આજે બીજો દિવસ થયો હોવા છતાં દીકરી બહાર ન આવતાં પરિવારજનો ચિંતામાં છે.
ગઈકાલ સવારથી હાથ ધરાયેલા રેસક્યૂ કામમાં મશીન બંધ થઈ ગયું હતુ. 500 ફૂંડ ઊંડા બોરવેલમાંથી મશીન દ્વારા મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાને માત્ર 60 ફુટ બાકી હતા, જોકે રેસ્ક્યૂ સાધનોમાંથી યુવતી છટકી જતાં પાછી બોરવેલ નીચે ફસાઈ ગઈ હતી. હાલ યુવતી 100 ફૂટ જ દૂર છે. નજીકના સમયમાં જ યુવતી બહાર આવે તેવી શક્યતા છે.
પિતરાઈ ભાઈ પર શંકાની સોય
જાણવા મળી રહ્યં છે કે યુવતીને માતાપિતા નથી. તે પિતરાઈ ભાઈ સાથે રહે છે. જેથી પોલીસ પિતરાઈ ભાઈને ઉઠાવીને લઈ ગઈ છે અને પૂછપરછ હાથ ધરી છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે યુવતીને રાત્રે પરિવાર સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ લગભગ સવારે 5 વાગ્યે બોરવેલમાંથી બચાવ બચાવનો અવાજ આવતાં આવતાં પરિવારજનો તથા આજુબાજુના લોકો જાગી ગયા હતા. ત્યારે ખબર પડી હતી કે 18 વર્ષિય યુવતી બોરવેલમાં પડી ગઈ છે. ત્યારબાદ રેસ્ક્યૂ ટીમો સહિત પોલીસને જાણ કરવામાં આવી હતી.
હત્યા કે આપઘાતનો પ્રયાસ
સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે પરિવારજનો સાથે યુવતીને રાત્રે ઝઘડો થયો હતો. જેથી હવે આ ઘટના પેચીદી બની છે. યુવતીએ આપઘા કર્યો છે કે પછી હત્યા કરવાના ઈરાદે દીકરીને બોરવેલમાં ફેકી દીધી છે. આ તમામ પાસાઓની તપાસ પોલીસે હાથ ધરી છે.
આ સમાચાર વાંચોઃ SURAT: રાંધણ ગેસ બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યા, 3ની હાલત ગંભીર, જુઓ કેવી રીતે બની ઘટના?
યુવતીએ આપઘાત કર્યો હોય તો બોરવેલમાં જ કેમ ઝંપલાવ્યું?
બોરવેલમાં પડેલી યુવતીને લઈ અનેક સવાલ થઈ રહ્યા છે. પંથકમાં ચર્ચાઈ રહ્યું છે કે યુવતીએ આપઘાત કરવાના ઈરાદે બોરવેલમાં ઝંપલાવ્યું હશે. જોકે આપઘાત કર્યો હોય તો બોરવેલ જ કેમ પસંદ કર્યો?, કારણે બોરવેલ ઢાંકેલો હતો. તેની પર ઝાંડી ઝાંખરા નાખવામાં આવ્યા હતા. તેને ખોલીને આપઘાત કરતાં યુવતીની માનસિક સ્થિતિ પણ બદલાઈ શકે છે. બીજી બાજુ પરિવારને કંઈ જ ખબર જ ન પડે તેવી વાત માનવામાં આવતી નથી. કારણે ઘરની નજીક યુવતી બોરવેલ પર બધુ ઢાંકેલું હતુ. તો યુવતીએ હટાવ્યું ત્યા સુધી પરિવરે શું કર્યું?. જો કે હાલ આ મામલે પોલીસ અનેક મુદ્દે તપાસ હાથ ધરી છે.
પિતરાઈ ભાઈની પોલીસ દ્વારા તપાસ
પિતરાઈ ભાઈની પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે છે. કારણે કે આ ઘટના હત્યા થઈ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે. પરિવારજનો દ્વારા તો આ કૃત્યુ આચરવામાં નથી આવ્યું?. આ તમામ પાસાઓની પોલીસે તપાસ હાથ ધરી છે. સાથે જ હાલ NDRF, BSF, આર્મી, ડિઝાસ્ટર, ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડાએ કહ્યું: પુક્ત વયની યુવતી પડવાની ઘટના પહેલી







