
KHEDA: ખેડા જીલ્લામાં બે-બે કરુણ ઘટનાઓ ઘટી છે. ગઈકાલે મહેમદાવાદના કનીજમાં મેશ્વો નદીમાં ન્હાવા પડેલા કિશોર-કિશોરીઓ સહિત 6 લોકો ડૂબી જતાં મોતને ભટ્યા હતા. ત્યારે હજુ 6 મૃતકોને અંગ્નિદાહ જ આપ્યો છે. ત્યારે હવે જીલ્લામાંથી બીજી કરુણ ઘટના સામે આવી છે. ઠાસરા તાલુકાના આગરવા ગામે કૂવાના વાયરમાંથી કરંટ લાગતાં પુત્ર,પુત્રી સહિત માતા બચાવવા જતાં તેનું પણ મોત થઈ ગયું છે. પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે.
Mehmadabad: કનીજની મેશ્વો નદીમાં ન્હાવા પડેલા મામા-ફોઈના 6 સંતાનોએ જીવ ગુમાવ્યો
આજે 1 મેના રોજ ઠાસરા તાલુકાના આગરવા ગામે બોર કૂવાના તૂટેલા વાયરને અડકતાં કરંટ લાગવાની ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. માતા, પુત્ર અને પુત્રીને કરંટ લાગતા કરુણ મોત થયા છે. ખેતરની ઓરડીમાં મીરા(ઉ.વ. 2) નામની દીકરીને કરંટ લાગતા તેની માતા ગીતાબેન(ઉ.વ.39) દીકરીને બચાવવા દોડ્યા હતા. દીકરીને બચાવવા જતાં 39 વર્ષીય માતાને પણ કરંટ લાગતા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. તો માતાની સાથે ઓરડીમાં પહોંચેલા દક્ષેશ(ઉ.વ. 8)ને પણ કરંટ લાગ્યો હતો. આ ત્રણેયને બચાવવા જતાં મહિલાના સાસુ લીલાબેન ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. સાસુ લીલાબેનને ડાકોરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટના સ્થળે ડાકોર પોલીસ દોડી ગઈ હતી, જ્યાં તેમણે પંચનામું કરી માતા, પુત્ર અને પુત્રીના મૃતદેહને પીએમ માટે ખસેડ્યા હતા. પોલીસ દ્વારા ગુનો નોંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પરિવારમાં શોકનો માહોલ
એક જ પરિવારના ત્રણ સભ્યોના અકાળે મોતથી આગરવા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવારજનો હૃદયદ્રાવક રુદન કરી રહ્યા છે, જયારે ગામલોકો પણ આ દુઃખદ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા છે.
મહેમદાવાદના કનીજમાં ડૂબવાથી 6 લોકોના મોત
ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં ગઈકાલે કરુણાંતિકા સર્જાઈ હતી. મામા-ફોઈનાં 5 સંતાનો અને અન્ય એક મળી કુલ 6 લોકો નદીના પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યાં હતાં. મોડીરાત સુધીમાં આ તમામના મૃતદેહોને નદીના પાણીમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં પીએમ કરાવ્યા હતા.

ચાર ભાણેજના મૃતદેહને અમદાવાદના નરોડા ખાતે મોકલી આપ્યા હતા. જ્યારે આજે બે સંતાનોના કનીજ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જ્યારે બેની અંતિમ યાત્રા નીકળી ત્યારે પરિવારમાં ભારે રુદન હતુ. ગ્રામજનોમાં પણ શકોનું વાતાવરણ છવાઈ ગયું હતુ. ખેડા જીલ્લાની બે-બે ઘટનાઓથી લોકોમાં દુઃખની લાગણી છે.
આ પણ વાંચોઃ
Census: મોદી સરકાર જાતિગત વસ્તી ગણતરી કરવા એકાએક કેમ તૈયાર?, આ રહ્યા કારણો!
Surat માંથી વિદ્યાર્થીને ભાગાડી જનાર શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઈ, મેડિકલ તપાસ!
Ahmedabad: ચંડોળામાં ત્રીજા દિવસે દબાણ હટાવવાનું કામ ચાલુ
ADR Report: દેશમાં 28 ટકા મહિલા સાંસદો અને MLA સામે ક્રિમિનલ કેસ, સૌથી વધુ ભાજપની મહિલાઓ…
પાકિસ્તાન સતત કરી રહ્યું છે યુધ્ધવિરામનું ઉલ્લંઘન, રાત્રે કરે છે ગોળીબાર, દિવસે સૂમસામ









