
Kheda News: ઘણા વર્ષોથી બંધ કરાયેલી સીટી બસ સેવા વર્ષ 2024માં થોડા મહિના પહેલા જ શરુ કરાઈ હતી. જો કે હવે નડિયાદમાં એકાએક સીટી બસ સેવા બંધ કરી દેતાં ઉપોહ મચી ગયો છે. માંડ માંડ શરુ કરાવેલી બસ સેવા ફરી બંધ કરી દેતાં શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટની આગેવાની હેઠળ નડિયાદ કમિશનરને આવેદન આપી ફરી બસ સેવા શરુ કરવા માંગ કરી છે.
25 ડિસેમ્બર 2024ના રોજ ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજ દેસાઈએ લીલી ઝંડી બતાવી નડિયાદમાં સીટી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે 63 દિવસના ટૂંકા ગાળામાં સીટી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સીટી બસો પાર્સિંગ વગર દોડે છે તેવા અહેવાલો પ્રસિધ્ધ થયા હતા. જે બાદ પાર્સિંગ ન હોવાનું બહાનું ધરી સેવા બંધ કરી દેવામાં આવી છે.
કોંગ્રેસે શું કહ્યું?
કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના નેતાઓ અને બે જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈપણ મનસુબો પાર પાડવા માટે શરતો અને નીતિ નિયમોનો એળે મૂક્યા છે. સીટી બસ બંધ થતા હજારો નાગરિકોને સહન કરવું પડ્યું અને નુકશાન ભોગવવું પડ્યું છે. કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે કમિશનરને આવેદન આપી માગ કરી છે કે સીટી બસ તાત્કાલિક શરુ કરવામાં આવે. સાથે સાથે પાથરણા વાળાઓ મુદ્દે પણ રજૂઆત કરી છે. ગરીબ લોકોને રોજી પુરી પાડવા કમિશ્નરને સૂચન કર્યા છે.
જાણવા મળી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા બસોનું પાર્સિંગ અને રજિસ્ટ્રેશન નહીં કરાવવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. નડિયાદ આરટીઓ કચેરીએ આ મુદ્દે કોન્ટ્રાક્ટર એજન્સીને નોટિસ ફટકારી છે.
આ પણ વાંચોઃ Health Treatment: ચિકિત્સકોની પથી-જડતામાં પિસાતા દર્દીઓ
આ પણ વાંચોઃ Anand: ચરોતરના સમૃધ્ધ ગણાતાં ધર્મજ ગામે કમળાના રોગે માથુ ઉંચક્યુ, અત્યાર સુધી 91 દર્દી, શું છે લક્ષણો?
આ પણ વાંચોઃ Bangladesh: હસીના બાદ યુનુસ પરથી બાંગ્લાદેશી વિદ્યાર્થીઓનો ભરસો ઉઠ્યો, યુનુસ સરકાર પણ જશે?