
Chief Minister Afridi beaten up by police:પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની જેલમાં હત્યા કરી દેવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહયા છે તો બીજી તરફ જેલતંત્ર ઈમરાન જેલમાં સ્વસ્થ હોવાનું કહી રહયા છે ત્યારે પુત્ર કાસિમ ખાને જેલ તંત્રને કહ્યું છે કે જેલમાં બંધ પોતાના પિતાના જીવિત હોવાના પુરાવા આપો અથવા મળવા દો તો માનીએ પણ આશ્ચર્ય જનક રીતે ઈમરાન ખાનને મળવા દેવામાં કે ફોન-મેસેજ કરવા દેવામાં નહિ આવતા હવે ઈમરાન ખાન જીવિત હોવાની શક્યતા નહિ હોવાની વાત ફેલાઈ ગઈ છે પુત્ર કાસિમ ખાને આ અંગે સવાલો ઉઠાવ્યા છે.
કાસિમે X પર લખ્યું કે તેના પિતાની 845 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા 6 અઠવાડિયાથી તેમને એકલા એક ‘ડેથ સેલ’માં રાખવામાં આવ્યા છે.ન તો કોઈને તેમને મળવા દેવામાં આવ્યા છે, ન તો કોઈ ફોન કોલ કે મેસેજ આપવામાં આવ્યો છે.
કાસિમે કહ્યું કે તેમની ફોઈને પણ પોતાના ભાઈને મળવા દેવામાં આવી રહ્યા નથી. આ બધું કોઈ સુરક્ષા નિયમને કારણે નથી, પરંતુ જાણી જોઈને કરવામાં આવી રહેલી કાર્યવાહી છે.સરકાર હવે તેના પિતાની અસલી હાલત છુપાવી રહી છે.
બીજી તરફ ઇમરાન ખાનની હત્યાના સમાચાર સામે આવતા તેની સચ્ચાઈ જાણવા રાવલપિંડીની અડિયાલા જેલ પહોંચેલા ખૈબર-પખ્તુનખ્વા રાજ્યના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીને પોલીસે રોક્યા હતા અને ઈમરાનને મળવા દેવાનો ઇન્કાર કરી તેઓને ત્યાંથી જતા રહેવાનું કહેતા થયેલા વિવાદ બાદ પોલીસે CM કક્ષાના આફ્રિદીને ધક્કા મારી રસ્તા પર પાડી દીધા હતા અને માર માર્યો હતો.
આ દ્રશ્યો દુનિયાભરના માધ્યમોમાં વાયરલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કાર્યવાહી સેનાના નિર્દેશ પર કરવામાં આવી હતી.
PTIએ આ ઘટનાને લોકતાંત્રિક અધિકારો પર હુમલો ગણાવી છે.
મહત્વનું છે કે ઇમરાન ખાનની બહેનો અલીમા ખાન,નોરીન નિયાઝી અને ડો. ઉઝમા ખાન છેલ્લા ઘણા દિવસોથી પોતાના ભાઈની ઝલક જોવા અડિયાલા જેલની બહાર ધરણાં કરી રહી છે, પરંતુ તેમને ભાઈ ઈમરાનને મળવાની પરવાનગી નથી. દરમ્યાન ઇમરણની બહેનોએ આરોપ લગાવ્યો કે શાંતિથી તેઓ ધરણાં કરી રહયા છે છતાં તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને તેમને રસ્તા પર ખેંચીને ઢસડવામાં આવ્યા હતા.
તેમણે પોલીસની આ હરક્તને ક્રૂરતા ગણાવી છે.દરમિયાન,ઈમરાનખાન હત્યા થઈ હોવાની અટકળો વચ્ચે જ્યારે મુખ્યમંત્રી આફ્રિદી પોતે ઇમરાનને મળવા જેલ ગયા ત્યારે તેમને પણ અટકાવી જાહેરમાં ફટકારતા હવે ઈમરાનની જેલમાં હત્યા થઈ ગઈ હોવાની વાતો વધુ તેજ બની છે કારણ કે આટલો હોબાળો થાયતો ઇમરણ જીવિત હોવાનો પુરાવો જરૂર આપી દેત પણ ઈમરાન ખરેખર જીવિત ન હોય તોજ મળવા દેવામાં આવતા નહિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે જેથી ઇમરાનની હત્યા થઈ ગઈ હોવાની વાત પ્રસરી જતા ઈમરાન ના સમર્થકો ઉમટી રહયા છે.
આ પણ વાંચો:
Rohtak Basketball Player Death: ભંગાર થઈ ગયેલા બે હેવી બાસ્કેટ પોલ તૂટતા બે આશાસ્પદ ખેલાડીઓના મોત!
Imran Khan Killed in Jail:શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!







