Kolkata Law College Rape Case: લો કોલેજની વિદ્યાર્થીની સાથે ગેંગરેપ, 3 ની ધરપકડ

  • India
  • June 27, 2025
  • 0 Comments

Kolkata Law College Gangrape Case: આરજી કર મેડિકલ કોલેજની ઘટના બાદ કોલકાતાની વધુ એક કોલેજમાં રેપનો મામલો સામે આવ્યો છે. દક્ષિણ કોલકાતાની કસ્બા લો કોલેજની એક વિદ્યાર્થીની પર ગેંગરેપ થયો છે. આ મામલે કસ્બા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણ લોકોમાંથી બે કોલેજના વિદ્યાર્થીઓ છે અને એક કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

પોલીસ ફરિયાદ બાદ ત્રણ આરોપીઓની ધરપકડ

મળતી માહિતી મુજબ, ગેંગરેપની ઘટના 25 જૂનના રોજ બની હતી. પીડિતાનો આરોપ છે કે કસ્બા લો કોલેજની અંદર સાંજે 7:30 થી 8:50 વાગ્યાની વચ્ચે તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે, કસ્બા પોલીસે ગુરુવારે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

કોલેજની અંદર એક વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ

પોલીસએ જણાવ્યું હતું કે આ મામલે મોનોજિત મિશ્રા, ઝૈબ અહેમદ અને પ્રમિત મુખર્જીની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની 26 જૂનની સાંજે કોલકાતાના તાલબાગન ક્રોસિંગ નજીક સિદ્ધાર્થ શંકર શિશુ રોય ઉદ્યાનની સામેથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સમયે તેમના મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ કથિત ઘટના કોલેજ બિલ્ડિંગની અંદર બની હતી.જે બાદ પીડિતાની પ્રાથમિક તબીબી તપાસ કરવામાં આવી છે અને અનેક સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. ત્રણેય આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.

ભાજપે મમતા સરકાર પર નિશાન સાધ્યું

આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ આ ઘટનાને ભયાનક ગણાવી હતી. તાજેતરની આરજી કાર હોસ્પિટલની ઘટનાનો ઉલ્લેખ કરતા માલવિયાએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ ચાલુ છે. તેમણે કહ્યું કે ભાજપ પીડિત પરિવાર સાથે ઉભો છે અને તમામ આરોપીઓને સજા આપવા માટે પ્રતિબદ્ધ છે.

આરજી કર મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ થયું હતુ. ત્યારબાદ પીડિતાની હત્યા કરવામાં આવી હતી. રેપ વીથ મર્ડની ઘટનાથી બંગાળમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ હતી. આરોપી સંજય રોયની છોકરી પર બળાત્કાર અને હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે તેને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ પણ વાંચો:

Punjab માં ગેંગ વોર, ગેંગસ્ટર જગ્ગુની માતા અને ASI ના પુત્રની હત્યા

CM Mohan Yadav: મુખ્યમંત્રી પણ પેટ્રોલ પંપ પર છેતરાયા , 19 ગાડીઓમાં ડીઝલની જગ્યાએ પાણી

Gujarat Weather Update: ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આજે આ જિલ્લામાં ભુક્કા કાઢશે

Ahmedabad: રથયાત્રામાં ગજરાજ થયા બેકાબૂ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Ahmedabad: પ્લેન ક્રેશને પગલે સાદગીથી નિકળનારી રથયાત્રામાં ‘સિંદૂરીયો ઉત્સાહ’!

Ahmedabad: 148મી જગન્નાથ રથયાત્રાનો ભવ્ય શુભારંભ, પહેલીવાર ભગવાન જગન્નાથને અપાયું ગાર્ડ ઓફ ઓનર

  • Related Posts

    J&K Assembly Statehood BJP Protest: પૂર્ણ રાજ્યના પ્રસ્તાવ પર વિધાનસભામાં હંગામો, BJP ધારાસભ્યોએ નકલો ફાડી વિરોધ નોંધાવ્યો
    • September 27, 2026

    J&K Assembly Statehood BJP Protest: જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ 25 સપ્ટેમ્બરે વિધાનસભામાં કેન્દ્ર સરકાર પાસેથી જમ્મુ-કાશ્મીરને તાત્કાલિક પૂર્ણ રાજ્યનો દરજ્જો બહાલ કરવાની માંગ કરતો પ્રસ્તાવ રજૂ કર્યો. પ્રસ્તાવમાં 26 જૂન…

    Continue reading
    Tripura Congress Protest: ત્રિપુરામાં CEC જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસનું પ્રદર્શન, ધરપકડની માંગ સાથે પૂતળું સળગાવ્યું
    • September 27, 2026

    Tripura Congress Protest: મેઘાલય હાઈકોર્ટે રાજ્ય સરકારને જેલની સજા પૂર્ણ કરી ચૂકેલા પરંતુ હજુ જેલમાં રહેલા તમામ વિદેશી નાગરિકોને 28 સપ્ટેમ્બર સુધી અસ્થાયી ડિટેન્શન અથવા હોલ્ડિંગ સેન્ટરમાં ટ્રાન્સફર કરવાનો આદેશ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    J&K Assembly Statehood BJP Protest: પૂર્ણ રાજ્યના પ્રસ્તાવ પર વિધાનસભામાં હંગામો, BJP ધારાસભ્યોએ નકલો ફાડી વિરોધ નોંધાવ્યો

    • September 27, 2026
    • 1 views
    J&K Assembly Statehood BJP Protest: પૂર્ણ રાજ્યના પ્રસ્તાવ પર વિધાનસભામાં હંગામો, BJP ધારાસભ્યોએ નકલો ફાડી વિરોધ નોંધાવ્યો

    Tripura Congress Protest: ત્રિપુરામાં CEC જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસનું પ્રદર્શન, ધરપકડની માંગ સાથે પૂતળું સળગાવ્યું

    • September 27, 2026
    • 5 views
    Tripura Congress Protest: ત્રિપુરામાં CEC જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસનું પ્રદર્શન, ધરપકડની માંગ સાથે પૂતળું સળગાવ્યું

    Gyanesh Kumar Assam Protest: CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ વચ્ચે આસામમાં પ્રદર્શન, SIR અને ચૂંટણી પ્રક્રિયા પર સવાલ

    • September 27, 2026
    • 7 views
    Gyanesh Kumar Assam Protest: CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ વચ્ચે આસામમાં પ્રદર્શન, SIR અને ચૂંટણી પ્રક્રિયા પર સવાલ

    SIR Election Commission Controversy: 10 મહિનામાં 14 વાંધાના અહેવાલ બાદ સવાલો વધ્યા, NDA સહયોગીઓએ પારદર્શિતાની માંગ કરી

    • September 27, 2026
    • 7 views
    SIR Election Commission Controversy: 10 મહિનામાં 14 વાંધાના અહેવાલ બાદ સવાલો વધ્યા, NDA સહયોગીઓએ પારદર્શિતાની માંગ કરી

    INDIA Bloc Meeting: 30 સપ્ટેમ્બરે INDIA બ્લોકની બેઠક, SIR અને ચૂંટણી પંચ સામે સંયુક્ત રણનીતિ પર થશે ચર્ચા

    • September 27, 2026
    • 5 views
    INDIA Bloc Meeting: 30 સપ્ટેમ્બરે INDIA બ્લોકની બેઠક, SIR અને ચૂંટણી પંચ સામે સંયુક્ત રણનીતિ પર થશે ચર્ચા

    Brij Bhushan Singh Case: બૃજ ભૂષણ સિંહની નિર્દોષતાના નિર્ણયને મહિલા કુસ્તીબાજોએ પડકાર્યો

    • September 27, 2026
    • 5 views
    Brij Bhushan Singh Case: બૃજ ભૂષણ સિંહની નિર્દોષતાના નિર્ણયને મહિલા કુસ્તીબાજોએ પડકાર્યો