
Police action against farmers:કચ્છમાં અદાણી ગ્રુપની 750 કેવી હળવદ-ખાવડા વિજ લાઈન પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો જંત્રી ભાવ કરતા વધુ વળતરની માંગ કરી રહ્યા છે.
અને તેના કારણે હવે મામલો બિચક્યો છે. કંપનીએ આ મામલે પોલીસની મદદ લઈ ખેડૂતોની અટકાયત કરવાનું શરૂ કરી દેતા ભારે દેકારો મચી ગયો છે અને છેલ્લા દિવસોમાં કુલ 604 ખેડૂતો સામે કાર્યવાહી કરવામાં આવતા જગતનો તાત દુઃખી થઈ ગયો છે.
અદાણી કંપનીની વીજ લાઇન માટે યોગ્ય વળતરની માંગ કરી રહેલા ખેડૂતોને યોગ્ય વળતર આપવાના બદલે અટકાયત કરવામાં આવી રહી છે.
ભચાઉ તાલુકાના વાંઢિયા ગામના ખેતરોમાંથી પસાર થતી 765 કિલોવૉટની અદાણી કંપનીની વીજ લાઇન માટે યોગ્ય વળતર મળવાની માંગને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ખેડૂતો કામ બંધ કરાવવા પોતાના ખેતરોમાં પહોંચે છે ત્યારે પોલીસ તેઓને પોતાના માલિકીના ખેતર હોવાછતાં અટકાયત કરી તેઓ સામે એક્શન લેવામાં આવી રહયાછે.ગ્રામજનોએ જણાવ્યું કે વિરોધ દરમ્યાન રોજ ખેડૂતોને પોલીસ પકડી જાય છેતેઓ એ કહ્યું કે ગત મંગળવારે 16 બીજા દિવસે બુધવારે 19, ગુરુવારે 38 અને શુક્રવારે 16 ખેડૂતોની અટકાયત થઈ હતી જેના પગલે ગ્રામજનોમાં હવે રોષ ફેલાયો છે આમ કુલ 604 ખેડૂતોની અટકાયત થઈ ચૂકી છે.તમામને પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવે છે અને સાંજે છોડી દેવામાં આવતા હોવાનું ખેડૂતો જણાવી રહયા છે, પરિણામે તેઓની માંગ સાઈડ ઉપર રહી જાય છે અને પોલીસ સ્ટેશનમાંજ ધક્કા અને સમય પૂરો થઈ જાય છે.
જોકે,ખેડૂતો પોતાની વાત ઉપર મક્કમ છે અને જ્યાં સુધી અદાણી ખેડૂતોને પૂરું અને યોગ્ય વળતર આપશે નહીં, ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેવું સર્વાનુમતે નક્કી કરી હક્ક માંગી રહયા છે.કિસાન સંઘ દ્વારા જણાવવામાં આવ્યું કે, જંત્રી ભાવ પ્રમાણે મળી રહેલું વળતર ખૂબ ઓછું છે. સત્તાપક્ષના પદાધિકારીઓની મધ્યસ્થીથી ભુજ કલેક્ટર સાથે બેઠક યોજાઈ હતી. પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. ખેડૂતોએ યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
જ્યારે બીજી તરફ અદાણી એકમના સુત્રોનું કહેવું છે કે,હળવદ-ખાવડા વિજ લાઈનનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે, કંપની સરકારી નિયમો મુજબ વળતર આપવા તૈયાર છે,પરંતુ ખેડૂતો નિયમથી વધુ રકમની માગણી કરી રહ્યા હોય હાલ કામગીરી અટકી પડી છે જેથી જિલ્લા કક્ષાએ રજૂઆત બાદ ઉચ્ચ કચેરીના આદેશથી પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
જ્યારે પોલીસ બંદોબસ્ત દરમિયાન ખેડૂતોએ વિરોધ શરૂ કરતાં અટકાયત કરવામાં આવી રહી છે પણ ખેડૂતો મક્કમ છે અને જંત્રીના ધોરણે નહિ પણ હાલ ચાલી રહેલા બજાર ભાવ મુજબ વળતર માંગી રહયા છે.
ખેડૂતોએ અદાણી પોલીસના જોરે ખેડૂતો સામે કાર્યવાહી કરી રહી હોવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો:








