
Earthquake Kutch: ગુજરાતમાં ઘણા સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ગઈ રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ કચ્છના રાપરમાં ભૂકંપનો આચકો અનુભવાયો હતો. રિકટર સ્કેલ પર 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ 17.7 કિમિ દૂર નોંધાયું છે. ભૂકંપનો આચકો અનુભવાતાં લોકોમાં લોકો ગભરાઈ ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે હાલમાં આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે આર્થિક નુકશાન કોઈ થયું નથી.
3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છ અને અમરેલી પંથકમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવતાં હોય છે. મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે 2:46 વાગ્યાની આસપાસ કચ્છ પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 ની નોંધાઈ હતી. અને તેનુ કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયુ હતું. જો કે સદનસીબે આ ભૂકંપના આંચકાથી કોઈ જાનહાનિના થઈ નથી.
આ પણ વાંચોઃ Nadiad: દારુ પીધા બાદ ત્રણ વ્યક્તિઓના મોત, શું દારુ ઝેરી હતો?
આ પણ વાંચોઃ Aero India 2025: એશિયાનો સૌથી મોટો એર શો આજથી શરૂ, ફાઈટર વિમાનો ગર્જના કરશે









