
- 40 મુસાફરો ભરેલી બસને નડ્યો અકસ્માત
- મોતનો આંકડો વધવાની આશંકા
- પોલીસ ઘટનાસ્થળે દોડી આવી
Kutch Accident કચ્છના ભુજ-મુન્દ્રા રોડ પરના કેરા ગામ નજીક ખાનગી મિની લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. જમાં 7 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે. ગં 4 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા સેવાઈ રહી છે.
કચ્છના કેરા-મુંદ્રા રોડ પર થયેલ વાહન અકસ્માતની કરુણ ઘટનાથી વ્યથિત છું. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને પરમાત્મા શાંતિ અર્પે.
મૃતકોના પરિવારજનો પ્રત્યે પણ મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તોને સમયસર ઝડપી સારવાર પ્રાપ્ત થાય તે માટે તંત્ર કાર્યરત છે. તેઓ ઝડપથી…
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 21, 2025
ઘટનામાં બસમાં સવાર 40 માંથી 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. મોતનો આંકડો હજુ પણ વધવાની શક્યતા છે. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ઉતાવળે 108 પણ પહોંચી ગઇ હતી. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ટ્રેલરને ઓવરટેક કરવા જતા મિની બસને અકસ્માત નડ્યો છે
આ પણ વાંચોઃ ગુજરાતના તમામ વિજગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત; ઊર્જા મંત્રીએ વિધાનસભામાં આપી માહિતી
આ પણ વાંચોઃ KOLKATA: દુર્ગાપુર એક્સપ્રેસ વે પર સૌરવ ગાંગુલીની કારને અકસ્માત, પૂર્વ ક્રિકેટરનો માંડ જીવ બચ્યો
આ પમ વાંચોઃ Bhavanagar: મહિલા મુસાફરની છેડતી કરનાર રેલવેકર્મીને 2 વર્ષની કેદ, 25 હજારનો દંડ