
કચ્છમાં વર્ષ 2025ની શરૂઆતમાં જ વહેલી સવારે ભૂકંપનો આચકો આવતા લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. મળી રહેલી માહિતી અનુસાર, સવારે 10 વાગીને 24 મીનિટે કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી. આ ભૂકંપ પાસે જ લોકોમાં એક નાની એવી ડરની લહેર દિલમાં ઉતરી ગઈ હતી. કેમ કે 26 જાન્યુઆરી 2001માં આવેલા ભૂકંપે 13,800 લોકોના જીવ લઈ લીધા હતા.
વર્ષ 2025ના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ આવેલા ભૂકંપે 26 જાન્યુઆરીના વિનાશક ભૂકંપની યાદ તાજી કરાવી દીધી હતી. કચ્છના ભચાઉ નજીકના વિસ્તારમાં 3.2ની તીવ્રતાના ભૂકંપના આચકાઓનો અનુભવ કરાયો હતો. ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 23 કિલોમીટર દૂર નોર્થ – નોર્થ ઇસ્ટ દિશામાં નોંધાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનિય છે કે, 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલો કચ્છનો ભૂકંપ છેલ્લી બે સદીઓમાં ભારતમાં ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો. આ ભૂકંપમાં જિલ્લાના ઘણા શહેરો અને ગામડાઓ લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા, જેમાં લગભગ 13,800 લોકો માર્યા ગયા હતા અને 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.