જમ્મુ-કાશ્મીરમાં લેન્ડમાઈન્ડ વિસ્ફોટ; સેનાના 6 જવાન ઘાયલ

  • India
  • January 14, 2025
  • 0 Comments
  • જમ્મુ-કાશ્મીરમાં લેન્ડમાઈન્ડ વિસ્ફોટ; સેનાના 6 જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં સબ ડિવિઝનમાં ભવાની સેક્ટરના મકરી વિસ્તારમાં એલઓસી પાસે લેન્ડમાઇન ભયાનક વિસ્ફોટ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનામાં પાંચથી છ જવાનો ઘાયલ થયા છે. તમામની હાલત સ્થિર છે. તેમને આર્મી હોસ્પિટલ રાજૌરી રિફર કરવામાં આવ્યા છે. વિગતવાર માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ નિયમિત પેટ્રોલિંગ કરતા સેનાના દળે ભૂલથી એક લેન્ડમાઈન્ડ પર પગ રાખી દીધો હતો, જેના કારણે આ વિસ્ફોટ થયો હોવાનું કહેવાય છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ સૈનિકોને તાત્કાલિક ધોરણે રાજૌરીની 150 જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

વિસ્ફોટ થયાની માહિતી મળતાં જ ત્યાં સેનાના જવાનો, પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સની ટીમ પહોંચી ગઈ છે. આ ઉપરાંત આસપાસ પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો છે. આ પહેલા નવમી ડિસેમ્બર-2024ના રોજ જમ્મુના પૂંચમાં વિસ્ફોટ થયો હતો, જેમાં એક જવાન શહીદ થયા હતા. ઓક્ટોબર 2024માં કુપવાડામાં સુરંગ વિસ્ફોટ થયો હતો, જેમાં સેનાના બે જવાન ઘાયલ થયા હતા.

આ પણ વાંચો-ટૂંક સમયમાં BCCI બનાવી શકે છે કડક નિયમ; સારું પ્રદર્શન ન કર્યું તો પગાર કપાશે

Related Posts

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!