
London plane crash : લંડનમાં અમદાવાદ પ્લેન ક્રેશ જેવીવ વિમાન દુર્ઘટના સર્જાઈ છે જ્યાં વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ જાય છે. આ પ્લેન દુર્ઘટનાના વિડિયો પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે, પ્લેન ક્રેશ બાદ તેમાં આગ લાગ છે અને આ આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે.
લંડનમાં વિમાન દુર્ઘટના
પ્રાપ્ત અહેવાલો અનુસાર, રવિવારે સાંજે 4:00 વાગ્યે લંડન સાઉથેન્ડ એરપોર્ટથી ઉડાન ભરતી વખતે એક નાનું કોમર્શિયલ જેટ ક્રેશ થયું, જેના કારણે આકાશમાં કાળો ધુમાડો ફેલાયો અને મુસાફરોમાં ગભરાટ ફેલાયો. લોકોએ ઘટનાસ્થળે ‘વિશાળ અગ્નિનો ગોળો’ જોયો, જેમાંથી કાળો ધુમાડો નીકળતો હતો. આ વિમાનની ઓળખ B200 સુપર કિંગ એર તરીકે થઈ છે, જે નેધરલેન્ડ્સના લેલીસ્ટેડ જવાનું હતું. ફ્લાઇટરાડરના ફ્લાઇટ ડેટા અનુસાર, રનવે પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી જ વિમાન ક્રેશ થયું. ઘટના સમયે વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે હાલમાં સ્પષ્ટ નથી.
વિસ્ફોટ પછી આગ લાગી
એરપોર્ટ નજીક હાજર લોકોએ જણાવ્યું કે એક મોટો વિસ્ફોટ થયો અને ત્યારબાદ આગ લાગી અને ધુમાડાના ગોટા છવાઈ ગયા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સ્કાય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરાયેલા એક નિવેદનમાં, એસેક્સ પોલીસે જણાવ્યું હતું કે: “અમને સાંજે 4 વાગ્યા પહેલા વિમાનની ટક્કરના અહેવાલ મળ્યા હતા. અમે ઘટનાસ્થળે તમામ કટોકટી સેવાઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ, અને આ કાર્ય ઘણા કલાકો સુધી ચાલુ રહેશે.”
સ્થાનિક સાંસદ ડેવિડ બર્ટન-સેમ્પસન, જે સાઉથેન્ડ વેસ્ટ અને લેઇનું પ્રતિનિધિત્વ કરે છે, તેમણે આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જેમાં તેમણે લખ્યું- “મને સાઉથેન્ડ એરપોર્ટ પર બનેલી ઘટનાની જાણ છે. કૃપા કરીને દૂર રહો અને કટોકટી સેવાઓને તેમનું કામ કરવા દો. મારા વિચારો બધા સંબંધિતો સાથે છે.”
જાનહાનિની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી
વધુમાં તેમણે કહ્યું કે, હાલમાં, અકસ્માતના કારણ કે જાનહાનિની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તપાસ ચાલુ છે. “અમે હાલમાં ઘટનાસ્થળે તમામ કટોકટી સેવાઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ, અને કામગીરી કેટલાક કલાકો સુધી ચાલુ રહેવાની અપેક્ષા છે. અમે જનતાને આ મહત્વપૂર્ણ કાર્ય દરમિયાન વિસ્તારથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ,” અધિકારીઓએ જણાવ્યું. રોચફોર્ડ હન્ડ્રેડ ગોલ્ફ ક્લબ અને વેસ્ટક્લિફ રગ્બી ક્લબ બંને અકસ્માત સ્થળની નજીક હોવાથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
બધી ફ્લાઇટ્સ રદ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એરપોર્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જોકે, આજે રાત્રે એરપોર્ટ પર પહોંચતી ફ્લાઇટ્સ સમયસર દેખાઈ રહી છે.
ક્રેશ થયેલા વિમાન વિશે માહિતી
એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં સામેલ B200 વિમાન 12 મીટરનું નાનું વિમાન છે. આ વિમાનનો ઉપયોગ મુસાફરોના પરિવહન તેમજ એક જગ્યાએથી બીજી જગ્યાએ માલસામાન લઈ જવા માટે થાય છે. વિમાનના નાના કદને કારણે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જાનહાનિ ઓછી થશે.
અમદાવાદમાં થયું હતુ પ્લેન ક્રેશ
અમદાવાદથી ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડોમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. આ વિમાન દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા, જેમાંથી 241 મુસાફરો હતા, જ્યારે બાકીના ક્રૂ મેમ્બર હતા. જોકે, આ અકસ્માતમાં ચમત્કારિક રીતે એક મુસાફરનો જીવ બચી ગયો હતો.










