Mahakumbh: સંગમનું પાણી ન્હવા લાયક નથીઃ કરોડો લોકોએ સ્નાન કરી લીધા બાદ CPCBનો રિપોર્ટ

  • India
  • February 18, 2025
  • 4 Comments

Mahakumbh 2025: સોમવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(CPCB)એ સંગમના પાણીનો રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટ મુજબ કુંભમાં ન્હાવા જતાં સંગમનું પાણી ન્હાવા લાયક ન હોવાનું સાબિત થયું છે. મતલબ સંગમનું પાણી ઘણુ પ્રદૂષિત થયું છે.  CPCBએ   રિપોર્ટ રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ને સોંપ્યો છે. પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં લાખો ભક્તો સ્નાન કરવા જાય છે. જો કે હવે તેમને સ્નાન કરતાં પહેલા ચેતવું જોઈએ. અહીં પાણી ખૂબ ગંદુ થયું છે. પાણીની ગુણવત્તાને અનુરૂપ નથી.  CPCB અનુસાર, કોઈપણ પાણીમાં ફેકલ કોલિફોર્મની મહત્તમ મર્યાદા પ્રતિ 100 મિલી 2,500 યુનિટ હોવી જોઈએ, પરંતુ મહાકુંભ દરમિયાન, ગંગા-યમુનાના પાણીમાં આ સ્તર ઘણી જગ્યાએ નિર્ધારિત ધોરણો કરતા વધારે જોવા મળ્યું છે.

પ્રયાગરાજમાં  ગંગા અને યમુના નદીઓમાં ગંદા પાણીના પ્રવાહને રોકવાના મુદ્દા પર NGTના અધ્યક્ષ ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવ, ન્યાયિક સભ્ય ન્યાયાધીશ સુધીર અગ્રવાલ અને નિષ્ણાંત સભ્યએ સેન્થિલ વેલની બેન્ચ સુનાવણી કરી રહી હતી. બેન્ચે જણાવ્યું હતું કે CPCBએ 3 ફેબ્રુઆરીના રોજ એક રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં વિવિધ લીધેલા નમૂનામાં  ‘ફેકલ કોલિફોર્મ’ ના સંદર્ભમાં  પાણીની ગુણવત્તાને અનુરૂપ નહોતી. મતલબ નદીનું પાણી પ્રદૂષિત હતુ. તે ઉપયોગ કરવા યોગ્ય નથી. પ્રયાગરાજમાં  મોટી સંખ્યામાં લોકો નદીમાં સ્નાન કરે છે, જેના કારણે ગંદા પાણીની સાંદ્રતા વધે છે.

યુપી પીસીબીને ઠપકો

ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (UPPCB હજુ સુધી ગટરના પાણીને નદીમાં પડતા અટકાવવા માટે લેવામાં આવેલા પગલાં અંગે કોઈ વિગતવાર અહેવાલ NGTને સોંપ્યો નથી. બોર્ડ દ્વારા કેટલાક પાણી પરીક્ષણ અહેવાલો સાથે ફક્ત એક ટૂંકો પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં સંતોષકારક માહિતી આપવામાં આવી ન હતી. NGT એ UP PCB પર આકરા પ્રહારો કર્યા છે અને રાજ્યના અધિકારીઓને 19 ફેબ્રુઆરીએ આગામી સુનાવણીમાં વર્ચ્યુઅલી હાજર રહેવા નિર્દેશ આપ્યો છે.

55 કરોડ લોકોએ કરી લીધુ સ્નાન

મોટા સ્ટાર્સથી લઈને ઉદ્યોગપતિઓ અને સામાન્ય લોકો સુધી, દરેક વ્યક્તિ મહાકુંભમાં આવી રહ્યા છે અને સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે. આ પવિત્ર સ્નાન માટે દુનિયાના ખૂણે ખૂણેથી લોકો ભારતમાં આવ્યા છે. અત્યાર સુધીમાં 55 કરોડ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે.

 

 

આ પણ વાંંચોઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત પછી CM ભૂપેન્દ્ર પટેલની પ્રથમ પ્રતિક્રિયા; જાણો શું કહ્યું?

 

આ પણ વાંચોઃ  ચૂંટણી પરિણામ બાદ ગુજરાતના અનેક ઠેકાણે મારામારી, જૂનાગઢમાં પથ્થરમારો

 

 

Related Posts

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
  • April 29, 2025

Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા…

Continue reading
Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!
  • April 29, 2025

 Cyber ​​Attack: રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સાયબર ફોર્સે તેના પર પોતાની પોસ્ટ કરી છે. શિક્ષણ વિભાગની વેબસાઇટ ખુલી રહી નથી. વેબસાઇટ પર કાશ્મીરમાં…

Continue reading

You Missed

Ahmedabad માં 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 4 views
Ahmedabad માં 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 11 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 15 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 18 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 29 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 38 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?