ચૂંટણી પરિણામ બાદ ગુજરાતના અનેક ઠેકાણે મારામારી, જૂનાગઢમાં પથ્થરમારો

  • Gujarat
  • February 18, 2025
  • 1 Comments

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. કોંગ્રેસને તો જળમૂળથી ફેંકી દીધી હોય તેવા હાલ થયા છે. રાજ્યમાં 68 નગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. ભાજપે 60 નગરપાલિકા પર કબ્જો કર્યો છે, જ્યારે કોંગ્રેસના ફાળે એક જ નગરપાલિકા આવી છે. 7 નગરપાલિકાઓ ઉપર આમ આદમી પાર્ટી અને અપક્ષો વચ્ચે ખરાખરીનો જંગ છે. નગરપાલિકામાં 1336 બેઠક પર ભાજપનો વિજય, કોંગ્રેસનો 242 બેઠક પર વિજય થયો છે.

અનેક ઠેકાણેથી મારામારી, પથ્થરમારાની ઘટનાઓ 

ગુજરાતના જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં મોટી મહુમતી સાથે જીત હાંસલ કરી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી ભાજપે 48 બેઠક હાથવગી કરી છે. જ્યારે કોંગ્રેસે 11 બેઠક પર જીત મેળવી છે. જ્યારે વોર્ડ નંબર 9માં અપક્ષનો વિજય થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડમાં 60 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જો આ ચૂંટણી વચ્ચે શહેરમાં પથ્થરમારો થયો છે.

5 લોકો ઈજાગ્રસ્ત

જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે કોંગ્રેસ ઉમેદવારની જીત થતાં વિજય સરઘસ કાઢ્યું હતુ. આ દરમિયાનવોર્ડ નંબર-8 માં કોંગ્રેસની જીત થતાં જ પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. કોંગ્રેસના હાલ, પોલીસે સમગ્ર મામલો થાળે પાડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અહીં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન એક મહિલા કોન્સ્ટેબલને ઈજા પણ પહોંચી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્રણ લોકોની અટકાયત કરી હતી.

મોરબીમાં ભાજપ અને આપ કાર્યકરો વચ્ચે મારામારી

મોરબીના વાંકાનેરમાં વોર્ડ નંબર 6માં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફટાકડા ફોડવાની બાબતે બબાલ થઈ હતી.

દેવગઢ બારિયામાં ચૂંટણી પરિણામ બાદ મારામારી

દેવગઢ બારીયા નગરમાં ચૂંટણીના પરિણામને લઈને બબાલ થઈ હતી. દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં થઈ બબાલ. એક જ કોમના બે જૂથ વચ્ચે માથાકુટ થવા પામી હતી. ચૂંટણીનું પરિણામ જાહેર થતાં કેટલાક લોકોએ પથ્થર મારો કર્યો હતો. પથ્થર મારામાં ત્રણથી વધુ લોકોને ઈજા થઈ છે. કાપડી વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

 

મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર સાથે ઉજવણી

ખેડા જીલ્લામાં મહેમદાવાદ નગરપાલિકામાં વિજય થતાં લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી હતી. સોનાવાલા હાઇસ્કૂલ પાસેના પોસ્ટર હોવાનું અનુમાન છે. વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવારની જીતની ખુશીમાં સમર્થકોએ બેનર સાથે ચૂંટણીની જીતનો ઉત્સાહ મનાવ્યો  હતો. લોરેન્સ બિશ્નોઈ પોસ્ટર વાળો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ મામલે મહેમદાવાદ પોલીસે બે યુવકની અટકાયત કરી છે.

 

કઇ નગરપાલિકામાં કોણ જીત્યું

કરજણ ભાજપ
માણસા ભાજપ
તલોદ ભાજપ
વડનગર ભાજપ
પ્રાંતિજ ભાજપ
રાપર ભાજપ
દ્વારકા ભાજપ
હારીજ ભાજપ
મહુધા ભાજપ
કાલાવડ ભાજપ
જામજોધપુર ભાજપ
સાણંદ ભાજપ
રાધનપુર ભાજપ
ભચાઉ ભાજપ
ધ્રોલ ભાજપ
આંકલાવ અપક્ષ/કોંગ્રેસ
ઓડ ભાજપ
સોનગઢ ભાજપ
હાલોલ ભાજપ
ચાણસ્મા ભાજપ
કઠલાલ ભાજપ
ડાકોર ટાઈ( ભાજપ અને અપક્ષને 14-14 સીટ)
સલાયા આમ આદમી પાર્ટી
કુતિયાણા સમાજવાદી પાર્ટી
રાણાવાવ સમાજવાદી પાર્ટી

આ પણ વાંચોઃ એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી મહુધા પાલિકામાં કોંગ્રેસનું ખાતુ પણ ન ખુલ્યું, વિપક્ષે મારી બાજી

આ પણ વાંચોઃ Surat: માંગરોળમાં પ્રેમી યુગલો ગળા કપાયેલી હાલતમાં મળ્યા, યુવતીનું મોત, પ્રેમી સારવાર હેઠળ

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 3 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 6 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 7 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 8 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 10 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 9 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ