
Stampede at Mahakumbh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં(mahakumbh) બુધવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે એક ઘાટ પર ભાગદોડ મચી ગઈ હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની શક્યતા છે.
પ્રયાગરાજ શહેરના એક ડૉક્ટરે નામ ન આપવાની શરતે સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
જોકે, વહીવટીતંત્રે હજુ સુધી કોઈ મૃત્યુની જાણ કરી નથી. દરમિયાન, સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી છે અને પરિસ્થિતિની સમીક્ષા કરી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ સમગ્ર મામલે પોતાનું મૌન તોડ્યું છે પરંતુ જાનહાનિ વિશે કોઈ માહિતી આપી નથી.
મુખ્યમંત્રીએ તેમના X એકાઉન્ટ પર એક પોસ્ટમાં કહ્યું છે કે, “પ્રિય ભક્તો જે મહાકુંભ માટે પ્રયાગરાજ આવ્યા છો, તમે નજીકમાં આવેલા મા ગંગાના ઘાટ પર સ્નાન કરો, સંગમ નાકા તરફ જવાનો પ્રયાસ ન કરો.” આપ સૌએ વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું જોઈએ અને વ્યવસ્થા કરવામાં સહયોગ કરવો જોઈએ. સંગમના બધા ઘાટ પર સ્નાન શાંતિથી થઈ રહ્યું છે. કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપો.
આ પણ વાંચોઃ AMTSનું 2025-26 માટે રૂ. 705 કરોડનું બજેટ મંજૂર, વિપક્ષે બજેટ અંગે શું કહ્યું?







