
Mahesana: મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ખરવડા-મગરોડા ગામમાં 70 વર્ષથી કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ની જમીન ખાનગી હાથમાં વેચાઈ જતાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ આરોગ્ય કેન્દ્ર, જે સર્વે નંબર 11 પર બાંધવામાં આવ્યું હતું, તેની જમીન હવે કાનૂની રીતે હરેશ લવજીભાઈ ચૌધરીના નામે થઈ ગઈ છે. આ જમીન અગાઉ ગૌરવકુમાર ચૌધરીની માલિકીમાં હતી, જેમણે તેને હરેશ ચૌધરીને વેચી દીધી. મહત્વનું છે કે, આ ચોંકાવનારી ઘટના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વતનમાં જ બની છે જેથી મુદ્દો વધું ચર્ચાનો વિષય બન્યો છે.
સરકારની બેદરકારીનો ભોગ બન્યું આરોગ્ય કેન્દ્ર!
આશરે 70 વર્ષ પહેલાં રાઈબેન ચૌધરી નામની મહિલાએ આ જમીન આરોગ્ય કેન્દ્ર માટે દાનમાં આપી હતી. જોકે, સરકારે તે સમયે જમીનની માલિકી પોતાના નામે ટ્રાન્સફર કરી ન હતી, જેના કારણે જમીન કુટુંબની માલિકીમાં જ રહી. આ બેદરકારીના પરિણામે, 70 વર્ષ બાદ રાઈબેનના ભાણીયા ગૌરવ ચૌધરીએ આ જમીન હરેશ ચૌધરીને વેચી દીધી. આના કારણે આરોગ્ય કેન્દ્રનું આખું કેમ્પસ, જેમાં 7 અલગ-અલગ મકાનોનું બાંધકામ થયેલું છે, હવે ખાનગી માલિકી હેઠળ આવી ગયું છે.
દર્દીઓને હાલાકી
આ ઘટનાથી આરોગ્ય કેન્દ્રની કાનૂની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે. મગરોડા PHCના ડૉ. હિતેશ વલોણે જણાવ્યું કે, “આ મામલે તાલુકા આરોગ્ય અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરવામાં આવી છે. ઉપરી અધિકારીઓની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.” તેમણે વધુમાં કહ્યું કે, આ આરોગ્ય કેન્દ્રમાં દરરોજ 100થી વધુ દર્દીઓની OPD હોય છે અને વર્ષે 4-5 ડિલિવરી પણ થાય છે.
આ ઘટનાએ સરકારી બેદરકારી અને જમીનની માલિકીના રેકોર્ડની ગંભીર ખામીઓને ઉજાગર કરી છે. હવે આરોગ્ય કેન્દ્રનું ભવિષ્ય અને તેની સેવાઓની સાતત્યતા અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે.
આ પણ વાંચો:
Dahod: જજની નકલી ઓળખ આપી છેતરપિંડી કરતો મહાઠગ પકડાયો, કોર્ટ કેસનો નિકાલ લાવી આપવાની કરી હતી વાત
Anirudhsinh Jadeja case: ભૂગર્ભમાં ઉતરેલા અનિરુદ્ધસિંહ જાડેજા આવશે બહાર, આજે કરશે સરેન્ડર
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF








