
Maratha Reservation Andolan: સમુદાય માટે અનામતની માંગણી સાથે સામાજિક કાર્યકર્તામનોજ જરંગેએ આઝાદ મેદાનમાં ભૂખ હડતાળ શરૂ કરી છે. તેમણે કહ્યું કે તમે મને જેલમાં નાખો કે ગોળી મારી દો, આ વખતે હું પાછળ હટવાનો નથી. અમારી માંગણીઓ પૂર્ણ થયા પછી જ અમે અહીંથી નીકળીશું. સરકારે કહ્યું કે તે આનો ઉકેલ શોધવા માટે સતત કામ કરી રહી છે.
આઝાદ મેદાન ખાતે ભૂખ હડતાળ
મરાઠા સમુદાય માટે અનામતની માંગણી કરી રહેલા સામાજિક કાર્યકર્તા મનોજ જરંગે પાટીલે શુક્રવારે આઝાદ મેદાન ખાતે અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ શરૂ કરી હતી. તેઓ મરાઠા સમુદાય માટે OBC હેઠળ અનામતની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે.
હું મારો જીવ આપવા તૈયાર છું પણ માંગ પુરી ન થાય ત્યાં સુધી મુંબઈ નહીં છોડીશ
આઝાદ મેદાન ખાતે એક જાહેર સભાને સંબોધતા, જરંગેએ કહ્યું, “હું મારો જીવ આપવા તૈયાર છું પણ જ્યાં સુધી અમને કુણબીનો દરજ્જો ન મળે ત્યાં સુધી હું મુંબઈ નહીં છોડીશ. ભલે તેઓ મને જેલમાં નાખે કે ગોળી મારી દે, હું આ વખતે પીછેહઠ નહીં કરું. આ એક અંતિમ યુદ્ધ છે અને અમારી માંગણીઓ પૂર્ણ થયા પછી જ અમે અહીંથી નીકળીશું
મુંબઈ પોલીસને ઘણા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી
શુક્રવારે, રાજ્યભરમાંથી હજારો લોકો હાથમાં ભગવા ધ્વજ અને ભગવા મફલર પહેરેલા જોવા મળ્યા હતા. આ સાથે, બધા વિરોધીઓએ ‘એક મરાઠા, લાખ મરાઠા’ ના નારા લગાવતા મુંબઈમાં કૂચ કરી, જેના કારણે ટ્રાફિક ખોરવાઈ ગયો અને મુંબઈ પોલીસને ઘણા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી. આ પછી, રાજ્ય સરકારે વાતચીત પછી રસ્તો ખોલ્યો, પરંતુ જરંગે પાટિલને લક્ષ્મણ રેખા પાર ન કરવાની ચેતવણી પણ આપી.
અધિકારો છીનવીને બીજા સમુદાયને આપી શકીએ નહીં
અનામત અંગે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે મરાઠા સમુદાય માટે કોઈપણ અનામત કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે તે OBC માટેના હાલના ક્વોટાના ભોગે નહીં આવે. વધુમાં, શિંદેએ કહ્યું કે આપણે એક સમુદાયના અધિકારો છીનવીને બીજા સમુદાયને આપી શકીએ નહીં. આ ન તો સરકારનું વલણ છે કે ન તો મરાઠાઓનું.
નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શું કહ્યું?
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જણાવ્યું હતું કે સરકાર મરાઠા અનામતની માંગણીઓ પ્રત્યે સકારાત્મક છે અને ઉકેલ શોધવા માટે કામ કરી રહી છે. પવારે કહ્યું, ‘રાજ્ય સરકારે કેબિનેટ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી છે, જે આ મુદ્દા પર ચર્ચા કરી રહી છે. દરેકને વિરોધ કરવાનો અધિકાર છે, જો તે શાંતિપૂર્ણ રીતે કરવામાં આવે. મહાયુતિ સરકાર માંગણીઓનો ઉકેલ શોધવા માટે કામ કરી રહી છે અને અમને વિશ્વાસ છે કે ઉકેલ મળશે.’
અહેવાલ : સુમન ડાભી
આ પણ વાંચો:
UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી
That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!