વોટ્સએપને લઈને માર્ક ઝકરબર્ગે કર્યો ચોંકાવનારો દાવો; એક સરકારી એજન્સી વાંચી શકશે તમારા મેસેજ

  • Others
  • January 14, 2025
  • 0 Comments
  • વોટ્સએપને લઈને માર્ક ઝકરબર્ગે કર્યો ચોંકાવનારો દાવો; એક સરકારી એજન્સી વાંચી શકશે તમારા મેસેજ

માર્ક ઝકરબર્ગનું કહેવું છે કે એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શન હોવા છતાં વોટ્સએપના મેસેજ વાંચી શકાય છે. જોકે આ મેસેજ કોઈ પણ વ્યક્તિ નહીં વાંચી શકે, પરંતુ CIA વાંચી શકે છે. અત્યાર સુધી મેટા કંપનીનું કહેવું હતું કે એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શનને કારણે બે યુઝર્સ વચ્ચેના મેસેજ કોઈ વાંચી નહીં શકે, પરંતુ હવે કંપનીના માલિકે જ આવો દાવો કરતા હોબાળો મચી ગયો છે.

અમેરિકન જર્નાલિસ્ટ ટકર કાર્લસને આરોપ મૂક્યો છે કે અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી તેના પ્રાઇવેટ કોમ્યુનિકેશન પર નજર રાખી રહી છે. થોડા સમય પહેલાં આ પત્રકાર સાથે એવું કંઈ થયું હતું જેના કારણે તેને ખબર પડી હતી કે બે વ્યક્તિ વચ્ચે જે સોશિયલ મીડિયા પર વાત થઈ હતી, તેની ઇન્ટેલિજન્સ એજન્સીને કેવી રીતે ખબર પડી. આ કારણસર તેણે તર્ક લગાવ્યો હતો કે CIA દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી છે.

વોટ્સએપના માલિક માર્ક ઝકરબર્ગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઇન્ક્રિપ્શનની પણ કેટલીક લિમિટેશન છે. મેટા કંપનીના સર્વર પર જેટલા પણ મેસેજ છે અને બે યુઝર વચ્ચે શું વાત થાય છે એ કોઈ પણ જોઈ નહીં શકે. જોકે યુઝરના વોટ્સએપ મેસેજમાં શું ડેટા છે અને કોની સાથે શું વાત કરવામાં આવી રહી છે એ જોઈ શકાય છે. ઇન્ક્રિપ્શન યુઝરના મોબાઇલને પ્રોટેક્ટ નથી કરતું. આ વિશે માર્ક ઝકરબર્ગ કહે છે, ‘ઇન્ક્રિપ્શનનું કામ ફક્ત કંપનીને યુઝર શું વાત કરે છે એની જાણ નથી થાય અને કંપનીના સર્વર પરથી ખબર ન પડે એ છે.’ જોકે યુઝરના મોબાઇલને જો હેક કરવામાં આવ્યો તો ઇન્ક્રિપ્શનને બાયપાસ કરી શકાય છે અને એ તમામ મેસેજિસને જોઈ શકાય છે.

સર્વેલિયન્સ ટૂલ

માર્ક ઝકરબર્ગના જણાવ્યા મુજબ ઇન્ટેલિજન્સ એજન્સી પાસે સર્વેલિયન્સ ટૂલ છે. પેગાસસ જેવા કેટલાક ટૂલ છે જેના કારણે ડિવાઇઝને એક્સેસ કરી શકાય છે. આ ટૂલની મદદથી ઇન્ક્રિપ્ટેડ મેસેજિસ જોઈ શકાય છે, ફોટો અને વિડિયો પણ જોઈ શકાય છે. તેમ જ કોલ લોગ્સની પણ તમામ માહિતી જોઈ શકાય છે. માર્ક ઝકરબર્ગની આ માહિતીને કારણે ડિજિટલ સિક્યોરિટીને લઈને ઘણાં સવાલ ઊભા થઈ રહ્યા છે. કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ આજે સેફ નથી. દરેક પ્લેટફોર્મને હેક કરી શકાય છે. આથી યુઝરની સિક્યોરિટી અને સેફ્ટી માટે પગલાં લેવા ખૂબ જ જરૂરી થઈ ગયા છે.

વોટ્સએપે યુઝરની પ્રાઇવસીને લઇને મંતવ્ય આપ્યું છે. માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે ‘યુઝરની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને જ ડિસઅપિયરિંગ મેસેજ ફીચર આપવામાં આવ્યું છે. ઇન્ક્રિપ્શન અને ડિસઅપિયરિંગ મેસેજ બન્ને ચાલુ હોય તો એ યુઝરની સેફ્ટીમાં વધારો કરે છે.’

આ પણ વાંચો- સોનાની લાલચમાં 100 લોકોના મોત; ભૂખ્યા-તરસ્યા છોડ્યો જીવ

Related Posts

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો
  • October 29, 2025

અબજો વર્ષ પહેલાં દૂરના તારાઓની દુનિયાથી આવેલો ધૂમકેતુ હવે આપણા સૂર્ય તરફ ધસી રહ્યો છે. આ ધૂમકેતુ 3I/ATLAS છે. સૌરમંડળની બહારનો ત્રીજો પદાર્થ. વૈજ્ઞાનિકોની શોધ અન્ય તારાઓની દુનિયાના રહસ્યો ઉજાગર કરે…

Continue reading
plastic polythene: તમે જે પોલિથીનમાં શાકભાજી લાવો છો તેનાથી થઈ શકે છે કેન્સર જેવા ઘાતક રોગ
  • July 5, 2025

plastic polythene: પ્લાસ્ટિકનું નામ સાંભળતાની સાથે જ આપણને બધે જ પોલીથીન દેખાય છે. કરિયાણાની દુકાનોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી અને ફૂડ પેકેજિંગથી લઈને બજાર સુધી, બધે જ પોલીથીનનો ઉપયોગ થાય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

  • October 29, 2025
  • 3 views
UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 2 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 4 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 14 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 19 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 22 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ