
Adani Group in Jamnagar: અંબાણીના ગઢ ગણાતાં ગુજરાતના જામનગરમાં અદાણી ગ્રૂપે પ્રવેશ કર્યો છે, જેનો હેતુ શહેરના વિકાસ માટે જામસાહેબ શત્રુશલ્યસિંહજીની સ્થાવર મિલકતોને ડેવલપ કરવાનો છે. જામસાહેબે જાહેર કર્યું છે કે તેમણે અદાણી ગ્રૂપને તેમની મહત્વની જમીનો કાયદેસર રીતે ડેવલપમેન્ટ માટે સોંપી છે, જેનો ઉદ્દેશ્ય જામનગરને “પેરિસ ઓફ ઇન્ડિયા” તરીકે પુનઃસ્થાપિત કરવાનો છે.
આ યોજનામાં રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો સમાવેશ થઈ શકે છે, જેમાં આધુનિક રહેણાંક અને વાણિજ્યિક વિકાસની શક્યતાઓ છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ મિલકતો વેચાઈ નથી, પરંતુ કાયદેસર રીતે ઓછામાં ઓછી રકમ પર વિકાસ અધિકારો આપવામાં આવ્યા છે.
જામનગરને ભારતનું પેરિસ બનાવવાનું વિઝન
જામનગરના વિકાસ માટે તેમના કબજામાં રહેલી મિલકત પર કાયદાકીય રીતે લઘુતમ અધિકારો આપવામાં આવ્યા છે. જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ સ્પષ્ટતા કરી કે તેઓ ઉદ્યોગપતિ નથી અને આ નિર્ણય વ્યવસાયિક હેતુ માટે નહીં પરંતુ શહેરના વિકાસ માટે લેવામાં આવ્યો છે. જામ સાહેબનું વિઝન જામનગરને ભારતનું પેરિસ બનાવવાનું છે. તેમણે અદાણી ગ્રુપને શહેરના વિકાસમાં સહયોગ આપવા અપીલ કરી.
અદાણી ગ્રુપે આ વિચારનો સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. જામ સાહેબે આશા વ્યક્ત કરી છે કે અદાણી ગ્રુપ પોતાની કુશળતા અને વિઝનથી જામનગરને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ સહયોગ શહેરને વધુ સુંદર અને વિકસિત બનાવશે.
શું અદાણી ગૃપ જામગનરમાં આવતાં મુકેશ અંબાણીને મુશ્કેલી?
હાલનાતબક્કે અદાણી ગ્રૂપની જામનગરમાં રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓથી મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને તાત્કાલિક નોંધપાત્ર નુકસાન થવાની શક્યતા ઓછી લાગે છે, કારણ કે રિલાયન્સનો વ્યવસાય વૈવિધ્યસભર અને સ્થાપિત છે. જોકે, સ્થાનિક સ્તરે સંસાધનો અને બજારની સ્પર્ધા વધવાથી રિલાયન્સના ભવિષ્યના વિસ્તરણ પર થોડી અસર થઈ શકે. અનિલ અંબાણીની કંપનીઓને વધુ નુકસાન થવાની શક્યતા છે, જો અદાણી આ ક્ષેત્રમાં આક્રમક રીતે વિસ્તરણ કરે.
આ સિવાય વધુ વિગતો જાણો વીડિયોમાં
પણ વાંચો:
Telemedicine: પાટણથી પ્રારંભ, હવે આખા ગુજરાતમાં ટેલિમેડિસિનનો વિસ્તાર
Indonesia ship fire: દરિયા વચ્ચે જહાજમાં ભયંકર આગ, 300થી વધુ મુસાફરો સવાર હતા, 5ના મોત
Bihar Electon: નરેન્દ્ર મોદીની રેલી માટે ભીડ ભેગી કરવા રુ. 500 અને મીઠાઈના ડબ્બા આપ્યાના આરોપ
Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે
Dehradun: કાવડયાત્રામાં જંગલી હાથી ઘૂસી ગયો, ટ્રેક્ટર ઉંધુ પાડી દીધુ , કાવડિયાઓના થયા બેહાલ