Meerut: વધુ એક પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પતાવી દીધો, 1 હજારમાં સાપ ખરીદ્યો, મુસ્કાનથી ખતરનાક રવિતા નીકળી!

  • India
  • April 17, 2025
  • 1 Comments
  • રવિતાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી
  • અમિતને માર્યા પછી, તેને સાપે કરડ્યો.
  • પોલીસે હત્યાના બંને આરોપીઓની ધરપકડ કરી
  • પોસ્ટમોર્ટમમાં શું બહાર આવ્યું?

Meerut: ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં પતિઓની હત્યાના સનસનાટીભર્યા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. બહુચર્ચિત સૌરભ હત્યા કેસના આરોપી મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને પોલીસ હજુ સજા અપાવી શકી નથી. તે વચ્ચે વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. મેરઠમાં પત્નીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને પોતાના જ પતિને મોતના મુખમાં ધકેલી દીધો છે. હદ તો ત્યારે થાય છે જ્યારે પતિના મૃતદેહને પત્ની ઝેરી સાપના 10 ડંખ મરાવે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મેરઠમાં સૌરભની હત્યા કેસમાં ખુલાસો થયો હતો. પત્ની મુસ્કાને પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાખી હતી. પતિના શરીરના ટુંકડા કરી ડ્રમમાં સિમેન્ટનું સીલ મારી દીધુ હતું. ત્યારબાદ હત્યારા પ્રમીપંખીડાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જેલમાં બંધ છે.

પોલીસે અમિતના હત્યારાઓની ધરપકડ કરી

પોલીસે હત્યાના બંને આરોપીઓની ધરપકડ કરી છે. મૃતકની ઓળખ મેરઠના રહેવાસી અમિત તરીકે થઈ છે. આ બાબતને લગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અમિતનો મૃતદેહ પલંગ પર પડેલો છે અને સાપ તેને ઘણી વખત કરડી રહ્યો છે. જ્યારે પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્યારે ખબર પડી હતી કે અમિતને સાપે 10 દંડ માર્યા છે.

પત્નીએ પોતાનો ગુનો કબૂલ્યો

લોકોની શંકાના આધારે પોલીસે મૃતક અમિતની પત્ની રવિતાની અટકાયત કરી અને પૂછપરછ કરી. ત્યારબાદ રવિતાએ પોતાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું કે તેણે તેના પ્રેમી અમરદીપ સાથે મળીને અમિતની હત્યા કરી હતી. રવિતાએ જણાવ્યું કે તેણે 1000 રૂપિયામાં એક સાપ ખરીદ્યો હતો, જે બાદ સાંપના ડંખ મારાવી અમિતને મારી નાખ્યો હતો.

સૂતા પતિનું ગળું દબાવી દીધું

શનિવારે રાત્રે અમિત સૂઈ રહ્યો હતો ત્યારે રવિતા અને અમરદીપે મળીને પહેલા અમિતનું ગળું દબાવી દીધું હતુ. પછી તેના પલંગ પર એક સાપ છોડી દેવામાં આવ્યો હતો. બાદમાં રવિતાએ હત્યાનો અંજામ ખુદ પર ન લાગે તે માટે અમિતને સાપ કરડ્યો હોવાની ખોટી અફવા ફેલાવી દીધી હતી. અમિત મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ સમગ્ર મામલો બહસુમા પોલીસ સ્ટેશન વિસ્તારના અકબરપુર ગામનો છે.

પોસ્ટમોર્ટમાં શું બહાર આવ્યું?

મૃતક અમિતના પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું છે કે તેનું કોઈ સાપ ડસાવાથી મોત થયું નથી, પણ ગળું દબાવાથી મોત થયું છે. ત્યારે પત્નીની સાપ કરડાવાની થિયરી કેટલી સાચી તે પણ બંને આરોપીઓની પૂછપરછમાં બહાર આવશે. હાલ આરોપી પ્રેમી સહિત પત્નીની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચોઃ

Radhanpur accident: રુંવાડા ઉભો કરી દેતો અકસ્માત, 6નાં મોત, બસની ટક્કરે રિક્ષાનો ભૂક્કો

Surendranagar: સોનગઢમાંથી 2800 મેટ્રિક ટન કોલસો ઝડપાયો, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

શું હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમોનો સમાવેશ કરવા તૈયાર છો?: કોર્ટે વક્ફ બીલ પર આવું કેમ કહ્યું? | Waqf

Kheda: માતરના ભલાડામાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો,

UP: પ્રેમમાં પડેલા સાસુ-જમાઈ પોલીસ સમક્ષ હાજર, કહ્યું હવે અમે બંને….

 

Related Posts

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ
  • August 5, 2025

Uttarpradesh: ઉત્તરપ્રદેશના ગોંડામાં 200 રુપિયા ઉધારના વિવાદમાં યુવકની હત્યા કરવામાં આવી છે. 22 વર્ષીય હ્રદયલાલે તેમના જ ગામના રામ અર્જુન નામને 700 રુપિયા ઉછીના આપ્યા હતા. 1 ઓગષ્ટના રોજ, જયારે…

Continue reading
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
  • August 5, 2025

Delhi 7 Policemen Suspended: દિલ્હીમાં પોલીસ નેતાઓને સલામ ઠોકવા અને તેમની સુરક્ષા, ચાપલૂસી કરવા સિવાયનું બીજુ કામ ન આવડતું હોય તેવું સાબિત થયું છે. તાજેતરમાં જ દિલ્હીમાં મહિલા સાંસદની સોનાની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 5 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 3 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 12 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 27 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 28 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 16 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ