
Mehsana: મહેસાણા અલોડા ગામના તળાવ આસપાસની જમીન ભાજપના નેતા અને મહેસાણાના ખોડીયાર ગ્રુપના અગ્રણી કાંતિ પટેલે અધિકારીની મિલીભગતથી પડાવી લીધી હોવાના આક્ષેપ થયા છે. જેથી ગ્રામજનો ઘણા વર્ષોથી તેમની સામે લડી રહ્યા છે. સર્વે નંબર 637 વાળી અલોડા ગામની આ જમીન વર્ષ 1953થી સરકારી રેકોર્ડ ઉપર ગામ તળાવ તરીકે બોલે છે. આ જમીન ઉપર ક્યારેય ખેતી થઈ નથી.
આક્ષેપ છે કે દેશ આઝાદ ન થયો હતો તે સમયથી આ જમીન પર ગાયો ચરતી હતી. ત્યારબાદ માજી સૈનિકને જમીન આપવામાં આવી હતી. જો કે શરતોનો ભંગ થતો હોવાથી જમીન ખાલસા થઈને સરકારશ્રી થઈ ગઈ હતી. જોકે ત્યારબાદ ભાજપ નેતા કાંતિ પટેલે અધિકારીઓની મિલીભગતથી પોતાના નામે કરાવી લીધી હોવાના આક્ષેપ થયા છે. અહીં ફેક્ટરી બનાવવા માગતાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે જુઓ વીડિયોમાં ખાસ ચર્ચા ગ્રામજન ભરતભાઈ શું કહી રહ્યા છે?
આ પણ વાંચોઃ ‘એમ્પુરાણ’ ફિલ્મ રિલિઝ થયા બાદ હિન્દુ સંગઠનનો વિરોધ, ગુજરાત રમખાણોની વાત, રાજકારણ ગરમાયું | L2: Empuraan
આ પણ વાંચોઃ Katch: પેટ્રોલ પંપ પાસે આગ, બ્લાસ્ટ થવાનો ભય, લોકોના જીવ તાળવે ચોટ્યા (VIDEO)
આ પણ વાંચોઃRajkot: ગૃહપતિએ વિદ્યાર્થી પર આચર્યું સૃષ્ટિ વિરુધનું કૃત્ય, પિતાએ શું કર્યો આક્ષેપ?









