
Plane crash Mehsana: મહેસાણા ઉચરપી નજીક ટ્રેઈની વિમાન ક્રેશ થયું હતુ. જેમાં એક મહિલા પાયલોટ ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાઈ છે. બ્લુ એવિયેશન કંપનીનું પ્રાઇવેટ વિમાન ટ્રેનિંગ દરમિયાન ખેતરમાં ક્રેશ થયુ હતુ. આ ઘટનમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આજે મહેસાણાના ઉચરપી નજીક એક તાલિમ આપતું પ્રાઈવેટ નાનું વિમાન ક્રેશ થઈ ગયું હતુ. પાયલોટ ટ્રેનિંગ સેન્ટરથી22 વર્ષિય મહિલા પાઈલોટ આલેખ્યા પચેટીએ એકલા હાથે વિમાન લઈને ઉડાન ભરી હતી. ત્યારે એકાએક વિમાન પર કાબૂ ગુમાવતાં વિમાન ક્રેશ થઈ નીચે પડી ગયું હતુ. જેને ઈજાઓ પહોંચાતાં ત્વરિત 108 દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કોઈ જાનહાનિ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ સહિત પ્રાઈવેટ ટ્રેનિંગ સેન્ટરની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. આ ઘટના કયા કારણોસર થઈ જાણવા મળ્યું નથી. તેની તપાસ ચાલી રહી છે.
મહેસાણાના ઉચરપી ગામ નજીક ટ્રેઈની વિમાન ક્રેશ, મહિલા પાયલોટનો બચાવ#thegujaratreport #mehsana #mehsanaplancrase pic.twitter.com/6oUZ5Mz3zd
— The Gujarat Report (@TGujarat_Report) April 1, 2025
આ પણ વાંચોઃ Rajkot ના નિત્યસ્વરૂપે કેમ માફી માગવી પડી? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે શું બફાટ કર્યો હતો?
આ પણ વાંચોઃ jharkhand: બે માલગાડીઓ અથડતાં ઉથલી પડી, લાગી આગ







