
Mgnrega Scam: મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોની મુશ્કેલીઓ હવે વધી રહી છે. કિરણ ખાબડ બાદ મંત્રી પુત્ર બળવંત ખાબડની સામે પણ વધુ એક ફરિયાદ નોંધવામા આવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છેકે, બળવંત ખાબડે ભાણપુર ગામમાં મનરેગા યોજનામાં કર્યું હતું. આ મામલે ગઈ કાલે બળવંત ખાબડની ધરપકડ પણ કરવામા આવી હતી. 3 દિવસ પહેલાં જામીન પર મુક્ત થયેલા બળવંત ખાબડની પોલીસે ફરી ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો હતો. જે બાદ પોલીસે બળવંત ખાબડના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે બળવંત ખાબડના 5 દિવસના રિમાંડ મંજૂર કરવામાં આવ્યા છે.
બળવંત ખાબડ સામે વધુ એક ફરિયાદ
મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચુ ખાબડના મોટા દિકરા બળવંત ખાબડ સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં મંત્રી પુત્રએ ભાણપુર ગામે મંજૂર કામોમાંથી 11 કામો બાકી હોવા છતાં બાકી કામોનું પણ બિલ પાસ કરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જણાવવામા આવી રહ્યું છે કે, બળવંત ખાબડની એજન્સીને રૂ.33.86 લાખ ચૂકવી દેવામાં આવ્યા હતા.
કિરણ ખાબડ વિરૂદ્ધ પણ વધુ એક ફરિયાદ
મંત્રી પુત્ર કિરણ ખાબડ વિરૂદ્ધ પણ વધુ એક ફરિયાદ નોંધવામા આવી છે. ધાનપુરના લવારીયા ગામમાં મનરેગા યોજનામાં 79 કામો પૈકી 21 કામો કર્યા વગર નાણા સેરવી લેવામાં આવ્યા હતા. આ મામલે તે સમયે જિલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ ડીઆરડીએ નિયામકે તત્કાલીન કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલ તેમજ ગ્રામ રોજગાર સેવક બારીયા કાંતિભાઈ ધનસુખભાઈને ફરજ મુક્ત કર્યા હતા. આમ લવારીયા ગામે મનરેગાના 21 કામોમાં 18.41 લાખનું કૌભાંડ થયું હતુ પરંતુ તે સમયે ફરિયાદ નોંધાઇ ન હતી પરંતુ જેવા કિરણ ખાબડના જામીન મંજુર થયા તેવી આ ફરિયાદ દાખલ કરવામા આવી અને કિરણ ખાબડની જેલ બહારથી જ ધરપકડ કરી લેવામાં આવી હતી. આમ મનરેગા કૌભાંડમાં મંત્રીના બંન્ને પુત્રો સામે બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેઓ હાલ પોલીસ રિમાન્ડમાં છે.
આ પણ વાંચો:
Ahmedabad: ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, અમદવાદમાં સૌથી વધુ કેસ
‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE
RBI Bank note: ફાટેલી નોટોનોમાંથી ફર્નિચર કેમ બનાવવામાં આવી રહ્યું છે?
Jay Vasavada ની જૂની ઓડિયો ક્લિપ અત્યારે કેમ વાઈરલ?, શું ગુજરાત સમાચાર રેઈડ કનેક્શન છે?
રાજકોટમાંથી હીરા ચોરી કરનાર શખ્સ ઝડપાયો, આ રીતે પોલીસે દબચ્યો? | Diamond theft
Punjab: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત, 25 ઘાયલ
Gujarat Weather Update: આજે ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાન વિભાગની નવી આગાહી
Trump Tarrif: ટ્રમ્પને ટેરિફ લાદવાનું ચાલુ રાખવાની મંજૂરી, જાણો શું દલીલ કરવામાં આવી?
Gram Panchayat Elections: કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ, જાણો શું છે કારણ
અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હુમલો કર્યો, BLA નો દાવો | Afghanistan | Pakistan | attack
Sabarkantha: તલોદ માર્કેટયાર્ડમાં બાજરીના ભાવ ઓછા બોલાતા ખેડૂતો વિફર્યા