
- સુદાનમાં સૈન્યનું વિમાન ક્રેશ; 49 લોકોના મોત
સુદાનનું એક લશ્કરી વિમાન ઓમદુરમન શહેરમાં ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં આશરે 49 લોકોના મોત થયા છે. લશ્કરી અને આરોગ્ય અધિકારીઓએ બુધવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, એન્ટોનોવ વિમાન મંગળવારે ઓમદુરમાનના ઉત્તરી વાડી સૈયદના એરબસે ઉડાન ભરતા સમયે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. ઓમદુરમન રાજધાની ખાર્તૂમની સિસ્ટર સિટી છે.
સેનાએ આપેલા નિવેદન પ્રમાણે દુર્ઘટનામાં લશ્કરી કર્મચારીઓ અને નાગરિકોના મોત થયા છે. જો કે, હજુ સુધી વિમાનમાં કેટલા લોકોના મોત થયા તે અંગે માહિતી મળી નથી. તેમજ આ દુર્ઘટનાનું કારણ શું હતું તે અંગે પણ જણાવ્યું નથી.
A Sudanese military Antonov aircraft crashed in Omdurman, north of Khartoum, on Tuesday evening, killing the crew and several military personnel on board. Eyewitnesses said at least five civilians on the ground were also killed and dozens injured when debris from the plane struck… pic.twitter.com/PS733snFLg
— Sudan Tribune (@SudanTribune_EN) February 26, 2025
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, હાલમાં 49 લોકો માર્યા ગયાનો અંદાજ છે. જેમના મૃતદેહોને ઓમદુરમનના નાઉમાં ખસેડવામાં આવ્યા હતા. બે નાના ભાઈ-બહેન સહિત પાંચ ઘાયલ નાગરિકોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે, સુદાન 2023થી ગૃહયુદ્ધની સ્થિતિમાં છે, જ્યારે સૈન્ય અને કુખ્યાત અર્ધલશ્કરી જૂથ રેપિડ સપોર્ટ ફોર્સિસ વચ્ચે તણાવ ખુલ્લા યુદ્ધમાં ફેરવાઈ ગયુ છે. સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય અધિકાર જૂથો અનુસાર લડાઈએ શહેરી વિસ્તારોને તબાહ કરી દીધા છે. ખાર્તુમ અને દેશના અન્ય ભાગોમાં RSF સામે સેના આગળ વધી રહી હોવાથી તાજેતરના મહિનાઓમાં લડાઈ વધુ તીવ્ર બની છે.