
Rape of a child: સૌરાષ્ટ્રમાં બોટાદ પંથકમાં એક 70 વર્ષના ભાભાએ 14 વર્ષની બાળા ઉપર રેપ કરી ગર્ભવતી બનાવી દીધી અને તેણે બાળકને જન્મ આપ્યાની ઘૃણાસ્પદ ઘટના બાદ હવે ભાવનગરમાં પણ નિવૃત થઈ ચૂકેલા વધુ એક ભાભાએ નાદાન બાળકીને પોતાની હવસનો શિકાર બનાવતા ભારે ચકચાર મચી ગઇ છે.
વિગતો મુજબ ભાગનગરના કાળિયાબીડ ખાતે આવેલા ભક્તિનગર લીલા સર્કલ પાસેના વિસ્તારમાં એક નિવૃત્ત અધિકારીએ પોતાના પરિચિતની જ બાળકીને હવસનો શિકાર બનાવતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે,જે રીતે વિગતો સામે આવી રહી છે તેમાં હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યા નામના ઇસમ ઉપર બાળકી ઉપર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે.
હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યા ભાવનગરના બહુમાળી ભવન ખાતે જિલ્લા સહકારી મંડળીમાં ક્લાસ-ટુ અધિકારી તરીકે ફરજ બજાવતો હતો અને હાલ નિવૃત છે.આરોપી હસમુખ પંડ્યા સાથે બાળકીના પરિવારને સારો સબંધ હોવાથી ઓળખતા હતા અને નિવૃત થઈ ગયેલા મોટી ઉંમરના કાકા ઉપર ખૂબજ વિશ્વાસ હતો તેનો ફાયદો ઉઠાવી બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
બાળકીના માતા-પિતા બન્ને જોબ કરતા હોવાથી તેઓ પાસે બાળકીને સ્કૂલેથી લાવવા-મૂકવા જવાનો સમય ન મળતો હોવાથી તેઓએ હસમુખ પંડ્યા ઉપર વિશ્વાસ મૂકી બાળકીને સ્કૂલેથી લાવવા-મૂકવાની તેમજ ઘરે રમવા મોકલવાની જવાબદારી સોંપી હતી.
બનાવના દિવસે આરોપી હસમુખ પંડયાના પત્ની અને પુત્ર ઘરેથી બહાર ગયા હતા અને પોતાના ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈને આરોપી હસમુખ પંડ્યાએ પોતાના ઘરે સગીર બાળકીને બોલાવી હતી અને ત્યારબાદ બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટનાથી હેબતાઈ ગયેલી બાળકીએ પોતાના માતાપિતા ઘરે આવતા જ તમામ હકીકત જણાવી દેતા પોલીસે બાળકીના પરિવારની ફરિયાદના આધારે આરોપી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યાની અટક કરી કાર્યવાહી હાથ ધરતા સ્થાનિક વિસ્તારમાં આ ઘટનાને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે અને મોટી ઉંમરના વડીલો પણ હવે આવી ઘટનાઓને અંજામ આપતા હોવાના કિસ્સા વધી જતાં સમાજમાં ચિંતા પ્રસરી છે.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?






