
Miss Universe 2025:થાઇલેન્ડમાં આયોજિત મિસ યુનિવર્સની સ્પર્ધામાં મેક્સીકન મોડેલ મિસ મેક્સિકો ફાતિમા બોશે વિશ્વભરની સુંદરીઓને હરાવી તાજ પોતાને નામે કર્યો હતો.
મેક્સીકન મોડેલ મિસ મેક્સિકો ફાતિમા બોશ મિસ યુનિવર્સ 2025નો તાજ જીતી ગઈ હતી.
ટોપ 5 માં સ્થાન મેળવ્યા પછી, ફાતિમાનું નામ વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યું.જ્યારે તેણીને સ્ટેજ પર તાજ પહેરાવવામાં આવ્યો,ત્યારે તે ભાવુક થઈ ગઈ.આ જીત તેની વર્ષોની મહેનત, મહિનાઓની ધીરજ અને સમર્પણનું પરિણામ હોવાનું જણાતું હતું.
મહત્વનું છે કે આ મહિનાની શરૂઆતમાં, ફિનાલે પહેલા, ફાતિમાને લઈને વિવાદ થયો હતો. સ્ટેજની સામે તેણીને ‘મૂર્ખ’ કહેવામાં આવી હતી. ફાતિમાએ આનો વિરોધ કર્યો હતો. વિવાદ અને વિરોધ છતાં, લોકો ફાતિમાની જીતની ઉજવણી કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો તેના વિજેતા બનવા સામે વાંધો ઉઠાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેણીને ટ્રોલ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.
નોંધનીય છે કે ફાતિમા બૉશ ફાઇનલ પહેલા વિવાદોમાં ફસાયેલી હતી.વિવાદ છતાં તેણીએ મિસ યુનિવર્સનો તાજ જીતીને પોતાના દેશને ગૌરવ અપાવ્યું.ફાતિમાને લઈને 4 નવેમ્બરના રોજ સ્પર્ધા દરમિયાન વિવાદ શરૂ થયો હતો.
તેણીને મિસ થાઇલેન્ડના ડિરેક્ટર નાવત ઇત્સાગ્રીસિલના કઠોર શબ્દોનો સામનો કરવો પડ્યો હતો.ડિરેક્ટરે થાઇલેન્ડ સંબંધિત પ્રમોશનલ સામગ્રી શેર ન કરવા બદલ જાહેરમાં ફાતિમાને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને ઠપકો આપ્યો હતો.
આ ઘટનાથી સ્પર્ધામાં તણાવ ફેલાયો અને ફાતિમાએ વિરોધમાં બહાર નીકળવાનો નિર્ણય લીધો. અન્ય ઘણા સ્પર્ધકો તેના સમર્થનમાં આવ્યા.જોકે,થોડા સમય પછી ફાતિમા સ્ટેજ પર પાછી ફરી અને દિગ્દર્શકના વર્તનને અપમાનજનક ગણાવ્યું.
ફાતિમા બૉશ ફર્નાન્ડીઝનો જન્મ 19 મે, 2000 ના રોજ મેક્સિકોના ટેપામાં થયો હતો. તે 25 વર્ષની છેઉલ્લેખનીય છે કે ભારતની મનિકા વિશ્વકર્મા મિસ યુનિવર્સ 2025ના ફિનાલેમાં ટોપ 12 માં પહોંચી હતી,પરંતુ તે તાજ જીતી શકી ન હતી.
મિસ યુનિવર્સ 2025નો ફિનાલે ચાલી રહ્યો છે, ભારતની મનિકા વિશ્વકર્મા ટોપ 12 રાઉન્ડમાં બહાર થઈ ગઈ છે. ફાઇનલિસ્ટમાં ચિલી, કોલંબિયા, ક્યુબા, ગ્વાડેલુપ, મેક્સિકો, પ્યુઅર્ટો રિકો, વેનેઝુએલા, ચીન, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, માલ્ટા અને કોટ ડી’આઇવોરનો સમાવેશ થાય છે. આ વર્ષે, ભારતની બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ, જજની પેનલમાં સામેલ હતી. ભારતનું ચોથા ટાઈટલનું સપનું અધૂરું રહી ગયું છે.ફિનાલે 21 નવેમ્બર, 2025 ના રોજ થાઇલેન્ડમાં યોજાયો હતો.
ભારતે આ પહેલા મિસ યુનિવર્સ સ્પર્ધામાં ત્રણ ટાઇટલ જીત્યા છે જેમાં સુષ્મિતા સેન (1994), લારા દત્તા (2000) અને હરનાઝ સંધુ (2021)માં આ ટાઈટલ જીત્યા હતા.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા







