કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોનો જોરદાર હંગામો, 6 મહિના માટે સસ્પેન્ડ

  • India
  • March 21, 2025
  • 1 Comments
  • કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોનો જોરદાર હંગામો, 6 મહિના માટે સસ્પેન્ડ

કર્ણાટક વિધાનસભામાં બીજેપીના ધારાસભ્યોએ હંગામો કરતાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, સરકારી ટેન્ડરમાં મુસ્લિમોને ચાર ટકા અનામત આપવાના બિલ પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ જોરદાર હોબાળો કર્યો હતો. આર. અશોકના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ અનામતના બિલની કોપી ફાડીને સ્પીકર તરફ ફેંકી હતી. આ સિવાય હનીટ્રેપ મુદ્દે પણ ધારાસભ્યો સરકારનો વિરોધ કરી રહ્યા હતા. જે બાદ 18 ધારાસભ્યોને છ મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.

કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષે ભાજપના 18 ધારાસભ્યોને અનુશાસનહીનતા માટે સસ્પેન્ડ કર્યા. જે બાદ માર્શલ બોલાવવાની પણ નોબત આવી પડી હતી. ધારાસભ્યોને ટીંગાટોળી કરી ગૃહની બહાર મોકલવામાં આવ્યા. આ ધારાસભ્યો હવે છ મહિના સુધી વિધાનસભા હૉલ, લોબી કે ગેલેરીમાં પ્રવેશી શકશે નહીં.

ધારાસભ્યોને સમિતિની ચૂંટણીમાં મતદાન કરવાની અનુમતિ પણ આપવામાં આવશે. તથા છ મહિના સુધી તમામ દૈનિક ભથ્થાં પણ બંધ કરી દેવાશે. કર્ણાટક સરકારના મંત્રી એમ. બી. પાટીલે આ મુદ્દે નિવેદન આપ્યું છે, કે ‘સદસ્યોનો વ્યવહાર કાયદાકીય રીતે તદ્દન અનુચિત હતો. એવામાં આ કાર્યવાહી 100 ટકા બરોબર છે.’

નોંધનીય છે કે કર્ણાટકમાં ચર્ચા ચાલી રહી હતી કે એક મોટા ગજાના મંત્રી હનીટ્રેપમાં ફસાયા છે. જોકે રાજન્નાએ આજે વિધાનસભામાં જ કબૂલાત કર્યો હતો. જોકે તેમણે અન્ય 48 નેતાઓને પણ હનીટ્રેપમાં ફસાવવા વીડિયો હોવાનો દાવો કરતાં રાજ્યના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય સુનિલ કુમારે સૌથી પહેલા હનીટ્રેપનો મુદ્દો ઉઠાવ્યો જે બાદ ગૃહમાં ગહન ચર્ચા પણ થઈ.

ભાજપ ધારાસભ્ય બસનગૌડા પાટિલે પણ આ મુદ્દો ઉઠાવ્યો અને સહકારિતા મંત્રી રાજન્ના પણ ફસાયા હોવાનો ડાવોક કર્યો. જે બાદ રાજન્ના ઊભા થયા અને જવાબ આપ્યો. કે. એન. રાજન્નાએ વિધાનસભામાં જવાબ આપતા કહ્યું હતું, કે ‘ઘણા લોકો એમ કહે છે કે કર્ણાટક એક સીડી ફેક્ટરી છે. ઘણા લોકો એવો પણ દાવો કરે છે કે બે જ મંત્રી ફસાયા છે, હું અને પરમેશ્વર. પણ વાત અહીં સુધી જ સીમિત નથી.

રાષ્ટ્રીય સ્તરના નેતાઓને પણ હનીટ્રેપમાં ફસાવવા જાળ પાથરવામાં આવી છે. હું આ મુદ્દે લેખિતમાં ફરિયાદ નોંધાવીશ. આશરે 48 રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓના વીડિયો છે. હું ગૃહમંત્રીને આગ્રહ કરીશ કે આ મામલે તપાસ કરવામાં આવે કે કોણ આવા ષડ્યંત્ર રચી રહ્યું છે.’

આ પણ વાંચો- કર્ણાટકની રાજનીતિમાં હની-ટ્રેપનું તોફાન: 48 ધારાસભ્યો ફસાયા; શું સત્તાના કાળા રહસ્યો ખુલશે?

Related Posts

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?
  • September 19, 2026

West Bengal Bypolls: પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજિનગર વિધાનસભા પેટાચૂંટણીઓ પહેલાં રાજકીય ઘટનાક્રમમાં સતત નવા વળાંકો આવી રહ્યા છે. રેજિનગરથી મમતા બેનર્જીના નેતૃત્વવાળા TMC જૂથના ઉમેદવાર રબીઉલ આલમ ચૌધરીએ શનિવારે…

Continue reading
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ
  • September 19, 2026

Delhi SIR Notices: દિલ્હીમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRની પ્રક્રિયા વચ્ચે ચૂંટણી પંચની કામગીરીની પારદર્શિતાને લઈને સવાલો ઊભા થયા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 2 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 4 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 7 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 5 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 8 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 7 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ