
અહેવાલ: દિલીપ પટેલ
Modi government: મોદી સરકાર ઉદ્યોગપતિઓ પર મહેરબાન છે અને ગરીબોની ઉપેક્ષા કરી રહી છે એવું કહેવાય છે તેનું કારણ છે કે, મોદી સરકારે રિલાયંસ, અદાણી જેવી મોટી કંપનીઓને મોટા પ્રોજેક્ટ્સ, જમીન અને રિસોર્સીઝ આપીને તેમને ફાયદો કરાવ્યો છે. પરંતુ ભાજપ સરકારની નીતિઓ દ્વારા ગરીબોની સ્થિતિમાં સુધારો નથી થયો. ત્યારે ગુજરાતમાં મોદીએ બિનઉપજાવ જમીનોને ઉદ્યોગપતિઓને આપી દીધી છે. 11 લાખ હેક્ટર ઉજ્જડ જમીન મોદી રાજમાં ઉદ્યોગોને અપાઈ છે જેમાં સૌથી વધારે કચ્ચણાં જમીનનો લહાણી હરાજી વગર કરી દીધી છે.
ગુજરાતની જમીન ઉદ્યોગોને આપી દેવાનો પ્લાન
જો વિગતે વાત કરવામા આવે તો 2003માં મોદીએ 1 લાખ 96 હજાર હેક્ટર જમીનનો ઉપગ્રહની મદદથી સરવે કરીને બિનઉપજાવ જમીનનો નકસો તૈયાર કરવાના જાહેરાત કરી હતી. આ નકસાના આધારે મોદીએ ગુજરાતની જમીન ઉદ્યોગોને આપી દેવાનો પ્લાન બનાવી દીધો હતો.
ગુજરાતમાં 11 લાખ હેક્ટર જમીન ઉજ્જડ જમીન ઘટી
2003માં મુખ્ય સચિવ પી કે લહેરીને વેસ્ટ લેન્ડ ડેવલપમેન્ટ એટલાસ બનાવવાનો આદેશ મોદીએ આપ્યો હતો.
ગુજરાતમાં 11 લાખ હેક્ટર જમીન ઉજ્જડ જમીન ઘટી છે, જેમાં કચ્છમાં 7 લાખ હેક્ટર જમીન ઘટી છે. બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, ભાવનગર, ભરૂચમાં બાકીમાંથી 3 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને આપી હોવાની શક્યતા દેખાય છે. વળી, રણ વિસ્તાર, દરિયો, ખારી જમીન સતત વધતી રહી છે તે જો ગણવામાં આવે તો બીજી 5 લાખ હેક્ટર જમીન બિનઉપજાવ 23 વર્ષમાં થઈ હોવાની શક્યતા છે. આમ વાસ્તવમાં 16 લાખ હેક્ટર જમીન બિનઉપજાવ ઘટી છે. જે સોલાર, પવનચક્કી, મીઠા ઉદ્યોગ, માછલા ઉદ્યોગ અને ફેક્ટરી બનાવવા માટે આપી હોવાની શક્યતા રહે છે.
રણ પણ રિલાયંસ અને અદાણી કંપનીને આપી દીધું
હવે રણ પણ રિલાયંસ અને અદાણી કંપનીને આપી દીધું છે. તેથી ગુજરાતમાં બિનઉપજાવ જમીનો ઉદ્યોગો પાસે સરકી ગઈ હોવાનું માની શકાય.
ક્યારે કેટલી જમીન બિન ઉપજાવ અને પડતર હતી?
1961માં એગ્રીસેન્સસ ગુજરાતમાં ખેતીની જમીન 1 કરોડ 5 લાખ હેક્ટર હતી
1961 બિનઉપજાવ અને પડતર જમીન 48 લાખ 65 હજાર હેક્ટર હતી
1971માં 30 લાખ 80 હજાર હેક્ટર જમીન બિન ઉપજાવ અને પડતર હતી
2002-03માં 26 લાખ 15 હજાર હેક્ટર જમીન ઉજ્જડ અને વેરાન હતી
2006-07માં 25 લાખ 95 હજાર હેક્ટર જમીન ઉજ્જડ અને વેરાન હતી
2008-09માં 25 લાખ 28 હજાર હેક્ટર જમીન બિનઉપજાવ અને પડતર
2009-10માં 24 લાખ 23 હજાર હેક્ટર જમીન બિનઉપજાવ અને પડતર
2014-15માં 23 લાખ 99 હજાર હેક્ટર જમીન ઉજ્જડ અને વેરાન હતી
2017-18માં 20 લાખ 67 હજાર હેક્ટર જમીન ઉજ્જડ અને વેરાન હતી
2024-25માં 15 લાખ હેક્ટર જમીન ઉજ્જડ અને વેરાનનો અંદાજ
2002-03થી 2024-25 સુધીમાં 11 લાખ હેક્ટર જમીન ઘટી
મોદી મુખ્ય પ્રધાન બન્યાના 23 વર્ષમાં 11 લાખ હેક્ટર ઉજ્જડ જમીન ઘટી
11 લાખ હેક્ટરમાં ખેતી નહીં પણ ઉદ્યોગો આવ્યા હોવાની શક્યતા છે.
કચ્છમાં ગુજરાતની સૌથી વધારે બિનઉપજાવ જમીન છે.
1970-71માં કચ્છમાં 20 લાખ 32 હજાર હેક્ટર જમીન બિનઉપજાવ હતી.
2002-03માં કચ્છની 17 લાખ હેક્ટર જમીન બિનઉપજાવ હતી.
2006-07માં કચ્છની 16 લાખ 85 હજાર હેક્ટર જમીન હતી.
2017-18માં કચ્છની 14 લાખ 60 હજાર હેક્ટર જમીન કચ્છની હતી.
2024-25માં કચ્છની 10 લાખ હેક્ટર જમીન બચી હોવાની શક્યતા છે.
કેન્દ્ર સરકારે બનાવેલાં જમીન નકસાની વિગતો જાહેર કરી છે
મોદી રાજના 15 વર્ષમાં 16 લાખ હેક્ટર બિનઉપજાવ જમીન ઉદ્યોગોને આપી
ઉજ્જડ જમીન વિસ્તાર 70.16 ચોરસ કિમી ઘટી
ગાઢ ઝાડીવાળી જમીન220 ચોરસ કિમીનો ઘટી
કચ્છમાં જમીન 200 ચોરસ કિમી વિસ્તાર ઘટી ગયો છે
રાજકોટ જિલ્લામાં 100 ચોરસ કિલોમીટર વિસ્તાર ઘટાડો થયો
537.84 ચોરસ કિમી ઉજ્જડ જમીન ખેતીલાયક જમીન બન્યાનો દાવો
119 ચોરસ કિલોમીટર પડતર જમીન ઔદ્યોગિક વિસ્તાર બની ગયા
આ પણ વાંચોઃ
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી! જાણો હવામાન વિભાગની આગાહી
Sabarkantha: તલોદ શહેરમાં કંકોડા શાકભાજીની શરૂઆત, જાણો તેના ફાયદા
Ajab Gjab: મહિલાએ એકસાથે 5 બાળકોને આપ્યો જન્મ, જાણો ક્યાનો છે આ ચોંકાવનારો કિસ્સો










