મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73

ગુજરાતમાં ભાજપ સરકાર માત્ર ગૌ બચાવનો માત્ર ડોળ કરી રહી છે. ગૌહત્યા પ્રતિબંધ હોવા છતાં સ્થિતિ કંઈ અલગ છે. ગુજરાત, જે ભારતના પશુપાલન અને ખેતીના ક્ષેત્રમાં અગ્રણી રાજ્યોમાંનું એક ગણાય છે, ત્યાં ગાયોની વસતીમાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે.

ભારત સરકારના પશુઓની વસતિ ગણતરીના આંકડા પ્રમાણે ગુજરાતમાં 2012માં ગાયોની સંખ્યા 99,83,953 હતી, જે 2019 સુધીમાં ઘટીને 96,33,637 થઈ ગઈ હતી. આનો અર્થ એ થયો કે સાત વર્ષના ગાળામાં ગાયોની સંખ્યામાં આશરે 3.50 લાખનો ઘટાડો થયો હતો. આ ઘટાડો ગુજરાતના પશુપાલન ક્ષેત્ર અને ગૌવંશ સંરક્ષણની નીતિઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. બીજી તરફ, આ જ સમયગાળામાં ભેંસોની સંખ્યામાં 1.50 લાખનો વધારો થયો હતો, જે રાજ્યના પશુધનની ગતિશીલતામાં નોંધપાત્ર ફેરફારોનો સંકેત આપે છે.

બળદોની સંખ્યામાં પણ ઘટાડો 

ગાયોની સાથે-સાથે બળદોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 2025ના અંદાજ મુજબ ગુજરાતમાં બળદોની સંખ્યા માત્ર 16 લાખ જેટલી હોવાનું અનુમાન છે, જ્યારે આદર્શ રીતે આ સંખ્યા 96 લાખ હોવી જોઈએ. આનો અર્થ એ થયો કે, રાજ્યમાં આશરે 80 લાખ બળદોની ઊણપ જોવા મળી રહી છે. આ ઘટાડાને લઈને અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે. આમાંના મુખ્ય કારણોમાં પશુપાલકો દ્વારા બળદોને પશુવાડે મોકલવા, છૂટા મૂકી દેવા, અથવા કેટલાક કિસ્સાઓમાં કતલખાને મોકલવાનો સમાવેશ થઈ શકે છે. ભાજપના નેતા અને પશુ કલ્યાણના ક્ષેત્રમાં કાર્યરત મેનકા ગાંધીએ આ અંગે ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનું ગૌવંશ મહારાષ્ટ્રના કતલખાને મોકલવામાં આવે છે, જે ગૌસંરક્ષણની નીતિઓની વિરુદ્ધમાં ગંભીર મુદ્દો છે.

દેશી ગાયોની વસતીમાં ઘટાડો

ગુજરાતની સાથે-સાથે રાષ્ટ્રીય સ્તરે પણ ગાયોની વસતીમાં ઘટાડો નોંધાયો છે, ખાસ કરીને દેશી પ્રજાતિની ગાયોની સંખ્યામાં. 2013ના 19મા પશુધન સરવેમાં દેશના ગૌધનમાં 79% દેશી પ્રજાતિની ગાયો હતી, જે 2019ના 20મા પશુધન સરવેમાં ઘટીને 73.5% થઈ ગઈ. આ ઉપરાંત, પશુધનમાં ગાયોનું પ્રમાણ 37.3% થી ઘટીને 36% થયું, જે દર્શાવે છે કે ગાયોની સંખ્યામાં જ ઘટાડો થયો છે, જ્યારે અન્ય પશુઓની સંખ્યામાં આવો ઘટાડો જોવા મળ્યો નથી.

ત્યારે આ જ મુદ્દે જુઓ વીડિયોમાં વધુ ચર્ચા

આ પણ વાંચો:

21 વર્ષ પહેલા મોદીનું આપેલું ગ્રામ સંસદનું વચન ફોક, 4 હજાર ગ્રામપંચાયતોની હત્યા ! | Kaal Chakra Part-4

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56

Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા

SIR in Bihar: ગુજરાતના લોકો બન્યા બિહારના મતદારો, તેજસ્વી યાદવે કર્યો મોટો ખુલાસો

Rajasthan: કુટુંબી છોકરી સાથે યુવકને પ્રેમ, પરિવારે સંબંધની ના પડતાં ટાવર પર ચઢ્યો, છોકરીએ કહ્યું બાબુ હું આવું છું

Lucknow: મહિલા પોલીસને રોજ મફત મુસાફરી કરવી મોંઘી પડી, રિક્ષા ચાલકે કહ્યું આજે તો પૈસા લીધા વિના નહીં જવા દઈએ! 

MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!

 

Related Posts

મુખ્ય ચૂંટણી કમિશનર Gyanesh Kumar નો એક લૂલો-લંગડો ખુલાસો, જેમાં પારદર્શિતા અને પ્રમાણિકતા બેમાંથી એકેય દેખાતા નથી
  • August 28, 2025

ડૉ. જયનારાયણ વ્યાસ Gyanesh Kumar: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર ઉવાચઃ ‘બિહારમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મતદાર યાદીઓનું ખાસ નવીનીકરણ (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) હાથ ધરવામાં આવ્યું છે, જેને…

Continue reading
Kutch: ખેડૂતોની મંજૂરી વિના અદાણીની કંપનીએ ખાડા ખોદી નાખ્યા, પોલીસ પર ગંભીર આક્ષેપ!
  • August 27, 2025

Kutch Farmers News: ગૌતમ અદાણીના અદાણી ગૃપની કંપનીઓ વારંવાર વિદવાદમાં આવતી હોય છે. ત્યારે હવે કચ્છમાં અદાણી ગૃપની કંપનીએ ખેડૂતોની પરવાનગી વિના વીજ ટાવર માટે ખાડા ખોદી કાઢતાં ભારે વિવાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: દહેજ ના લાવતાં સાસરિયાએ મહિલાને એસિડ પીડાવ્યું,17 દિવસ પછી જે થયું…

  • August 28, 2025
  • 9 views
UP: દહેજ ના લાવતાં સાસરિયાએ મહિલાને એસિડ પીડાવ્યું,17 દિવસ પછી જે થયું…

Bihar: રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહી હતી છોકરીઓ, ટ્રેન આવી જતા આગળ શું થયું તે જુઓ વીડિયોમાં

  • August 28, 2025
  • 5 views
Bihar: રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહી હતી છોકરીઓ, ટ્રેન આવી જતા આગળ શું થયું તે જુઓ વીડિયોમાં

Navi Mumbai: 7 વર્ષની બાળકીની સામે પિતાએ પત્નીને જીવતી સળગાવી દીધી, આખરે કેવી રીતે ફૂટ્યો ભાંડો?

  • August 28, 2025
  • 4 views
Navi Mumbai: 7 વર્ષની બાળકીની સામે પિતાએ પત્નીને જીવતી સળગાવી દીધી, આખરે કેવી રીતે ફૂટ્યો ભાંડો?

Mirai Trailer: ફિલ્મ મીરાઈના ટ્રેલરે ચાહકોના રુંવાડા ઉભા કરી દીધા, આ તારીખે રિલીઝ થશે!

  • August 28, 2025
  • 13 views
Mirai Trailer: ફિલ્મ મીરાઈના ટ્રેલરે ચાહકોના રુંવાડા ઉભા કરી દીધા, આ તારીખે રિલીઝ થશે!

BJP-RSS વચ્ચે માત્ર સંઘર્ષ, ઝઘડા નહીં: મોહન ભાગવતને કેમ ખૂલાસો કરવો પડ્યો?

  • August 28, 2025
  • 16 views
BJP-RSS વચ્ચે માત્ર સંઘર્ષ, ઝઘડા નહીં: મોહન ભાગવતને કેમ ખૂલાસો કરવો પડ્યો?

Pakistan-America: મુનિરની લાલચની જાળ, ટ્રમ્પ કેવી રીતે ફસાશે?

  • August 28, 2025
  • 22 views
Pakistan-America: મુનિરની લાલચની જાળ, ટ્રમ્પ કેવી રીતે ફસાશે?