
Indigo Crices:દેશભરમાં ઈન્ડિગો એરલાઇન્સમાં કટોકટી સર્જાતા ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી ઠપ્પ થઇ ગઈ અને અસંખ્ય કામો અટવાઈ પડ્યા અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે હવે કેટલાક સવાલો ઉઠ્યા છે કે ઈન્ડિગોની કટોકટી અત્યારે જ કેમ સર્જાઈ ?શું ઇન્ડિગો કટોકટી જાણી જોઈને ઉભી કરવામાં આવી હતી?
નવા ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમો લાગુ કરવામાં ઇન્ડિગોની કથિત બેદરકારી સહિત એરલાઇન પર ક્રૂ ડિપ્લોયમેન્ટમાં વિલંબ કરવા અને તૈયારી કરવાને બદલે છૂટછાટ માંગવા જેવી બાબતો પણ ચર્ચામાં છે.આ સવાલો વચ્ચે આખી જે વાત છે તે મુદ્દે વરિષ્ઠ પત્રકારો શ્રી મયુરભાઈ જાની અને શ્રી હિમાંશુ ભાઈ ભાયાણીએ એનાલિસિસ કર્યું છે જે નીચે આપેલા વિડીયોમાં પ્રસ્તુત છે.
સ્વદેશી હવાઈ ક્ષેત્રે આપણે ક્યાં છીએ તે સવાલ હવે ઉભો થયો છે,ભારતના ઉડ્ડયન ઉદ્યોગમાં ઇન્ડિગોનો એકાધિકાર છે જે 65 ટકા જેટલો છે.આજે જે કંઈ થઈ રહ્યું છે તેમાં ઇન્ડિગોની મોનોપોલી દેખાય આવે છે અને જાણે આખો દેશ વર્ચ્યુઅલ રીતે બંધક બની ગયો હોય તેવો માહોલ છે.
પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!







