ગુજરાતમાં ચાર હજારથી વધુ પોક્સો કેસ પેન્ડિંગ; ગુજરાતની ‘નિર્ભયા’ને ક્યારે મળશે ન્યાય?

  • Gujarat
  • December 24, 2024
  • 0 Comments

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ તેમનુ મૃત્યુ નિપજ્યું છે. પરંતુ હવે બાળકી ઉપર અમાનવિય કૃત્ય કરનાર નરાધમને સજા ક્યારે મળશે તે એક પણ મોટો પ્રશ્ન છે. ગુજરાતમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ (POCSO) હેઠળ 4375 જેટલા કેસ હજુ ચુકાદાની રાહ જોઈ રહ્યા છે.

ગુજરાતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 31મી ઓક્ટોબરની સ્થિતિએ દુષ્કર્મના 912 કેસ પેન્ડિંગ છે. પોક્સો હેઠળ પેન્ડિંગ કેસની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 59,174, બિહારમાં 19,172, મધ્ય પ્રદેશમાં 7,212, આંધ્ર પ્રદેશમાં 6,594, ઓડિશામાં 6,199, આસામમાં 6030નો મુખ્યત્વે સમાવેશ થાય છે. દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ઝડપી ન્યાય મળે તેના માટે ઓક્ટોબર 2019માં ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી.

31મી ઓક્ટોબર 2024ની સ્થિતિએ 30 રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશમાં 750 ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ અને 408 માત્ર પોક્સો માટેની કોર્ટ કાર્યરત્‌ છે. આ 30 કોર્ટ દ્વારા 2.87 લાખથી વધુ કેસનો નિકાલ થયો છે. માત્ર પોક્સો માટેની અદાલતમાં 1.83 લાખ કેસનો નિકાલ થયો છે અને 1.41 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે.

ગુજરાતમાં માત્ર પોક્સો માટેની 24 કોર્ટમાં અત્યારસુધી 10,871 કેસનો નિકાલ થયો છે. એક અહેવાલ પ્રમાણે 2014થી 2021 દરમિયાન ગુજરાતમાં પોક્સો કેસમાં 398.50 ટકાનો વધારો થયો છે. આ દરમિયાનમાં કુલ 14,252 કેસ નોંધાયા છે પણ માત્ર 231ને સજા થઈ છે. ગુજરાતને પોક્સો હેઠળના તમામ કેસના ચુકાદા માટે હજુ ચાર વર્ષ રાહ જોવી પડશે.

Related Posts

Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?
  • September 26, 2026

Jetpar Farmers Protest: જેતપરમાં વીજલાઈન, વીજપોલ અને કોરિડોરથી અસરગ્રસ્ત જમીનના વળતરના મુદ્દે ખેડૂતોનું આંદોલન લાંબા સમયથી ચાલી રહ્યું છે. સત્યાગ્રહ છાવણીમાં મહિનાઓથી ખેડૂતો બેઠા છે અને હવે આ મુદ્દે વિરોધ…

Continue reading
Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ
  • September 26, 2026

Dholka Chemical Water Pollution: ધોળકા વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી છોડવાના મુદ્દે સ્થાનિક ખેડૂતો અને અસરગ્રસ્ત લોકોનું આંદોલન 34 દિવસથી ચાલી રહ્યું છે. વિરોધ કરી રહેલા લોકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?

  • September 26, 2026
  • 3 views
Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?

Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

  • September 26, 2026
  • 5 views
Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

  • September 26, 2026
  • 5 views
Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

  • September 26, 2026
  • 6 views
Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

  • September 26, 2026
  • 9 views
Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ

  • September 26, 2026
  • 9 views
Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ