
MP: મધ્ય પ્રદેશના જબલપુરના નાગરથ ચોકમાં બે ઘોડાઓ ઝઘડ્યા હતા. ત્યાં હાજર લોકોએ તેમને ભગાડવાનો પ્રયાસ કર્યો પણ તેઓ નિષ્ફળ ગયા. થોડી જ વારમાં ઘોડાઓ શોરૂમમાં ઘૂસી ગયા. ઝઘડા દરમિયાન શોરૂમમાં ઘણી તોડફોડ થઈ. લડાઈ કરતી વખતે બંને ઘોડા રસ્તા પર આવી ગયા. તે દરમિયાન મુસાફરોથી ભરેલી એક ઈ-રિક્ષા સાથે એક ઘોડો સીધો જઈ અથડાયો હતો. જેથી ઘોડો ઈ-રિક્ષામાં ફસાઈ ગયો હતો. આ ઘટનામાં ઓટો ડ્રાઈવર સહિત બે મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોકો દોડી ગયા અને ઘાયલોને ઓટોમાંથી બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. આ પછી, લોકોએ ઘણી મહેનત પછી ઘોડાને ઓટોમાંથી બહાર કાઢ્યો.
मध्य प्रदेश के जबलपुर में एक विचित्र घटना हुई।
नागरथ चौक पर दो घोड़े आपस में लड़ने लगे। दोनों दौड़ते हुए आ रहे थे।
लोगों का कहना है कि सैयारा फ़िल्म देखने के बाद दोनों एक घोड़ी के लिए लड़ पड़े।
लड़ते-लड़ते एक घोड़ा, गुस्से में ऑटो में बैठ कर भागने की कोशिश करने लगा। वीलन के… pic.twitter.com/YiyrBI30I7
— काश/if Kakvi (@KashifKakvi) July 26, 2025
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે છેલ્લા બે-ત્રણ દિવસથી આ બે ઘોડાઓ ચોકડી પર લડતા જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકાને આ અંગે જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ બેદરકારીના પરિણામે આજે ત્રણ લોકો ઘાયલ થયા છે.
“घोड़ो की गलती थी।”
वह लड़ते लड़ते एक शोरूम में भी घुस कर तोड़ फोड़ की pic.twitter.com/t2fQb5M9jG
— काश/if Kakvi (@KashifKakvi) July 26, 2025
સ્થાનિક રહેવાસી મહેમૂદે કહ્યું કે, ઘોડા માલિકો સામે કાર્યવાહી થવી જોઈએ. જો આ ઘોડાઓને શહેરની બહાર લઈ જવામાં નહીં આવે તો ભવિષ્યમાં આનાથી પણ મોટો અકસ્માત થઈ શકે છે. કેટલાક લોકો કહે છે આ પહેલી ઘટના નથી વારંવાર આવી ઘટનાઓ શહેરમાં બનતી રહે છે.
આ પણ વાંચો:
CAG Report: બિહારમાં 70 હજાર કરોડ ક્યાં ખર્ચાયા તેનો સરકાર પાસે હિસાબ નથી, તો ક્યાં વાપર્યા?
UP: શાળાઓ મર્જ કરવાના યોગી સરકારના નિર્ણય સામે ભારે વિરોધ, વિદ્યાર્થીઓની અટકાયત કરતાં ભારે હોબાળો
America plane fire: પ્લેન ઉડાન ભરે તે પહેલા લાગી આગ, જે મુસાફરોનું થયું તે જોઈ હચમચી જશો!
Gujarat heavy rain: બનાસકાંઠામાં મેઘતાંડવ, 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
મોદી માત્ર શોબાજી કરે છે, કંઈ જ દમ નથી: રાહુલે ભડાસ કાઢી કહ્યું કે મારી આટલી ભૂલો છે! | Rahul Gandhi