
MP News: મધ્યપ્રદેશ વિધાનસભાના ચોમાસુ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોના મુદ્દાઓ પર અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. બે ધારાસભ્યોને પ્રતીકાત્મક રીતે ભેંસ બનાવવામાં આવ્યા અને તેમની સામે પીપીડીઓ વગાડવામાં આવી. વિપક્ષી નેતા ઉમંગ સિંઘરે કહ્યું કે સરકાર ભેંસ જેવું વર્તન કરી રહી છે અને ખાતર અને બિયારણની અછત અને કૌભાંડો જેવી ખેડૂતોની સમસ્યાઓનો જવાબ આપતી નથી.
भाजपा सरकार नहीं, ये भैंस है!
प्रदेश में भाजपा सरकार भैंस की तरह निष्क्रिय हो चुकी है। इसे न युवाओं के रोजगार की चिंता है, न ही किसानों की फिक्र। ये सरकार वादों की नहीं, बहानों की सरकार है।
.
.
.#OBCReservation #भाजपा_की_आरक्षण_विरोधी_नीति #संविधान_की_हत्या_मत_करो… pic.twitter.com/0jGJ0Qic01— Umang Singhar (@UmangSinghar) July 29, 2025
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંઘરે કહ્યું, “સરકાર ભેંસ બની ગઈ છે. અમે લોકોના અવાજના પ્રતીક તરીકે વિરોધ દરમિયાન પીપડીઓ વગાડી હતી. સરકાર ભેંસ જેવું વર્તન કરી રહી છે કારણ કે તે આપણું સાંભળતી નથી. અમે અમારી લડાઈ લડી રહ્યા છીએ…” કોંગ્રેસનો આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકાર અન્ય પછાત વર્ગો (OBC) માટે 27 ટકા અનામતના મુદ્દા પર પોતાનો રંગ બદલી રહી છે.
ભાજપ કાચિંડાની જેમ રંગ બદલે છે
આ અગાઉ સોમવારે ઉમંગ સિંઘરના નેતૃત્વમાં ધારાસભ્યોએ ચોમાસુ સત્રના પહેલા દિવસે વિધાનસભા પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતુ અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે સરકાર પર ઓબીસી સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. હાથમાં રમકડાનો કાચિંડાનો પકડીને વિરોધ કરી રહેલા ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે સરકારે પણ કાચિંડાની જેમ ‘પોતાનો રંગ બદલી નાખ્યો છે’.
दिल्ली में कांग्रेस के ओबीसी सम्मेलन के बाद भोपाल विधानसभा में भी ओबीसी आरक्षण मसले पर सरकार को घेरने की तैयारी में @UmangSinghar विधानसभा में @VistaarNews से बोले https://t.co/i45h5Zmljz
— Brajesh Rajput (@drbrajeshrajput) July 28, 2025
તેમણે કહ્યું કે જ્યારે સુપ્રીમ કોર્ટ જવાબ માંગે છે, ત્યારે સરકાર ચૂપ રહે છે. પરંતુ જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે ઓબીસીને ગેરમાર્ગે દોરવાનું અને તેમના મત મેળવવાનું રાજકારણ શરૂ થાય છે.
આ પણ વાંચો:
Bihar: મતદાર યાદીમાંથી નામ નીકળી ગયુ પછી પતી ગયુ, આજીજી પણ નહીં ચાલે, ચૂંટણી પંચ કેમ આડું ફાટ્યું?
IPL 2025 suspended: ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે BCCI નો મોટો નર્ણય , IPL હાલ પુરતી સ્થગિત
UP: 3 બાળકોની માતાને 14 વર્ષના છોકરા સાથે પ્રેમ, લઈને ભાગી જતાં મચ્યો હડકંપ, જાણો સમગ્ર ઘટના
Bihar: 7 હજારમાં બનેલા વિમાને ઉડાન ભરી, હજ્જારો લોકો જોવા દોડ્યા, આ યુવાને કરી કમાલ!
UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?