
ગઈકાલે અમદાવાદના વાસણા વિસ્તારમાં બે શખ્સો દ્વારા એક યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વાસણા પોલીસ દોડી ગઈ હતી. બાદમાં યુવાનના મૃતદેહને SVP હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યા મૃતકના પરિવારજનોએ આરોપીઓની ધરપકડ નહી થાય ત્યા સુધી મૃતદેહ સ્વીકારનો ઈન્કાર કરી દીધો છે. વાસણા પોલીસ જણાવ્યું છે કે પૈસાની લેતી દેતીમાં આ હત્યા કરાઈ છે.
જેથી વાસણા પોલીસ મથકના પીઆઇએ પરિવારને આરોપીઓને ઝડપી પાડવા આશ્વાસન આપ્યુ છે. જો કે મૃતકની માતાનો આક્ષેપ છે કે 24 કલાક વિતવા છતાં આરોપીઓ ઝડપાયા નથી. પરિવારે જ્યા સુધી આરોપીઓ પકડાઈ નહીં ત્યા સુધી મૃતદેહ સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો છે.
મળતી માહિતી અનુસાર ગઈકાલે અમદાવાદના વાસણા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. જિગ્નેશ કડગરે નામના યુવકને છરી વડે રહેંસી નાખવામાં આવ્યો હતો. બે શખ્સોએ વાસણામાં રજવાડું હોટલની પાછળ છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બંને હત્યારાઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. બનાવની જાણ થતાં જ વાસણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ ફરાર આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.
જુઓ વિડિયો
આ પણ વાંચોઃ SURAT SUCIDE: બાળકીના આપઘાતમાં નવો ખુલાસો, CCTV સામે આવ્યા, કમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીનીને …