
Myanmar Earthquake 2025: ગત શુક્રવારે 7.7 ની તીવ્રતાના ભૂકંપથી મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભારે વિનાશ થયો છે. મ્યાનમારની સૈન્ય સરકારે શનિવારે સરકારી ટેલિવિઝન પર જણાવ્યું હતું કે વિનાશક ભૂકંપમાં લોકોના મોતનો આંકડો વધી 1,600થી પાર થઈ ગયો છે. સૈન્ય સરકારે થોડા સમય પહેલા મૃત્યુઆંક 1,002 કહ્યો હતો. જો કે કાટમાળમાંથી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવતાં મૃત્યુઆંક વધીને 1,600થી પણ વધી ગયો છે. જ્યારે ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા વધીને 3,408 થઈ ગઈ છે. જ્યારે ગુમ થયેલા લોકોની સંખ્યા 139 પર પહોંચી ગઈ છે.
મ્યાનમારાના મોટા ભાગના વિસ્તરો ભૂકંપથી હચમચી ગયા છે. ભૂકંપ પછી, મંડલે અને રાજધાની નાયપિતાવમાં બચાવ કામગીરી ચાલી રહી છે. અન્ય દેશોમાંથી ટીમો અને સાધનો મોકલવામાં આવ્યા હોવા છતાં, આ શહેરોમાં એરપોર્ટ ક્ષતિગ્રસ્ત અને વિમાનના ઉતરાણ માટે અયોગ્ય હોવાથી બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. મ્યાનમારમાં મોટી મોટી ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. જેમાં લોકો દટાઈ ગયા છે.
મૃતદેહોને બહાર કાઢવાનું કામ ભૂકંપના ત્રીજા દિવસે પણ ચાલું છે. થાઈલેન્ડમાં પણ વિનાશ થયો છે. ત્યા પણ અનેક ઈમારતોને નુકસાન થયું છે. ભૂકંપની કુલ પાંચ દેશોમાં અસર થઈ છે. મ્યાનમાર, થાઈલેન્ડ, ભારત, ચીન સહિત બાગ્લાદેશને અસર થઈ છે.
મ્યાનમારને ભારતે કરી મદદ
ભારત દ્વારા મ્યાનમારમાં રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી છે. મ્યાનમારના લોકોને જરુયાત ચીજવસ્તુઓ સોંપવામાં આવી રહી છે. ભારતે ઓપરેશન બ્રહ્મા હેઠળ આ રાહત સામગ્રી પહોંચાડી છે. સાથે સાથે મેડિકલ દવાઓ પણ પહોંચાડી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ Earthquake: મ્યાનમાર અને થાઈલેન્ડમાં વિનાશકારી ભૂકંપ, 5 દેશોમાં ભયનો માહોલ
આ પણ વાંચોઃ આજે ચૈત્રી નવરાત્રિનું પ્રથમ નોરતું: પાવાગઢ, અંબાજીમાં ભક્તો ઉમટ્યા | Chaitra Navratri 2025