પતંગની શોધ ક્યાં દેશમાં થઈ હતી? રામાયણ-મહાભારતમાં છે પતંગનો ઉલ્લેખ પરંતુ….

  • Others
  • January 14, 2025
  • 0 Comments

પતંગની શોધ ચીનમાં થઇ હતી છે. ઇસુના જન્મ પહેલાની પાંચમી સદીમાં ચાઇનિઝ ફિલોસોફર મોઝી અને લૂ બાને કરી હોવાનું ચીનના ઇતિહાસમાં નોંધાયું છે. ભારતમાં રામાયણ,મહાભારત જેવા પ્રાચિન મહાકાવ્યોમાં પતંગનો ઉલ્લેખ મળે છે પરંતુ તેની શોધ કોને કરી તે જાણવા મળતું નથી. ચીનના પતંગ શોધક મોઝીએ બાળકોને શાળાના નિરસ ભણતરમાંથી બહાર કાઢીને ચાઇનીઝ સંસ્કૃતિ શીખવવા માટે ગમ્મત ખાતર શિલ્ક કાપડમાંથી બનાવેલી પતંગ ઉડાડી હતી.

જયારે લુબાન લાકડાના પડમાંથી પક્ષીઓ બનાવીને હવામાં ઉડાડતો હતો. ઇસ 549માં પહેલી વાર કાગળમાંથી પતંગ બનાવવામાં આવી હતી. જેનો ઉપયોગ રેસ્કયુ ઓપરેશનમાં સંદેશો પાસ કરવા માટે થતો હતો. ચીની લોકો હવામાન,પવનની ગતિ અને દિશા જાણવા માટે પણ પતંગનો પ્રાચિન સમયમાં ઉપયોગ કરતા હતા. ચીનમાંથી ભારતમાં પતંગનું આગમન થયું હોવાનું કેટલાક માને છે. ભારતમાંથી ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા, મલાયા,બોનિયો અને ન્યુઝીલેન્ડ સુધી પતંગનો શોખ વિસ્તર્યો હતો. ભારતમાં ધાર્મિક અને જયોતિષની દ્વષ્ટીએ મકરસંક્રાતિ તહેવારનું મહત્વ વધારે હતું.

13મી સદીમાં યુરોપના પ્રવાસી માર્કોપોલોએ ભારત તથા એશિયા ખંડની સમૃધ્ધિના વર્ણનો કર્યો તેમાં પતંગનો પણ ઉલ્લેખ કર્યો હતો.16મી સદીમાં દરિયાકાંઠાના નાવિકો પાસેથી યુરોપના નાવિકો સાથે પતંગકળા શીખીને યુરોપ લઇ ગયા હતા. યુરોપમાં કુતુહલવશ 18મી સદીમાં પતંગનો ઉપયોગ હવાનું દબાણ અને વૈજ્ઞાનિક સંશોધનોમાં થવાની શરુઆત થઇ હતી

અમેરિકાના બેન્જામિન ફેન્કલિન ઉપરાંત વિમાનના શોધક રાઇટ બંધુઓએ પણ વૈજ્ઞાનિક પ્રયોગ માટે પતંગ ચગાવી હતી.ગ્લાઇડરની શોધમાં પણ પતંગનું વિજ્ઞાન સમાયેલું છે. 1860 થી 1910 સુધી થયેલો શોધ અને સંશોધનોમાં પતંગનો ઉપયોગ જોતા પતંગનો તે ગોલ્ડન સમય હતો. મિટિરીયોલોજી, એરોનોટિકસ, કમ્યુનિકેશન,વાયરલેસની શોધમાં પણ પતંગ કામ લાગી હતી. બ્રિટિશરોએ બીજા વિશ્વયુધ્ધમાં જહાજોનું રક્ષણ કરવા માટે માણસ જેવા આકારની પતંગો ઉડાડી હતી.

આ પણ વાંચો- અમરેલી લેટરકાંડની તપાસ SMCને સોંપાઈ, પોલીસ તંત્ર કેમ આવ્યું શંકાના દાયરામાં?

Related Posts

plastic polythene: તમે જે પોલિથીનમાં શાકભાજી લાવો છો તેનાથી થઈ શકે છે કેન્સર જેવા ઘાતક રોગ
  • July 5, 2025

plastic polythene: પ્લાસ્ટિકનું નામ સાંભળતાની સાથે જ આપણને બધે જ પોલીથીન દેખાય છે. કરિયાણાની દુકાનોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી અને ફૂડ પેકેજિંગથી લઈને બજાર સુધી, બધે જ પોલીથીનનો ઉપયોગ થાય…

Continue reading
Viral Video: લગ્નમાં કપલને રોલો પાડવો ભારે પડ્ચો, ફોટોશૂટના ચક્કરમાં મજાકનો શિકાર બન્યા
  • June 16, 2025

Viral Video: હાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ડરામણો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ ગળામાં અજગર રાખીને ફોટોશૂટ કરાવતું જોવા મળે છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

  • August 8, 2025
  • 3 views
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

  • August 8, 2025
  • 11 views
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 10 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 6 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 17 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 15 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…