City bus demand: નડિયાદમાં ધૂળ ખાતી સીટી બસો શરૂ કરવા પશ્ચિમ નાગરિક સમિતિની માંગ, કોના બહેરા કાન?

Nadiad city bus demand to start: ખેડા જીલ્લાના વડામથક યાદ શહેરમાં સીટી બસ સેવા લાંબા સમયથી બંધ હોવાને કારણે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સેવા, જે 25 ડિસેમ્બર, 2024માં મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના હેઠળ શરૂ થઈ હતી, ફેબ્રુઆરી 2025માં વાહન રજિસ્ટ્રેશનની ખામી અને નંબરપ્લેટ ન હોવાના કારણે બંધ થઈ ગઈ. આજે લગભગ છ મહિના પછી પણ આ સેવા પુનઃ શરૂ થઈ નથી, જેના કારણે નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને આસપાસના ગામડાઓના લોકોને મુસાફરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

NADIAD: હસતાં મુખે શરુ કરાયેલી સીટી બસ બંધ, ફરી શરુ નહીં થાય આંદોલન કરાશે | City bus service close

નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિએ ભીંતચિત્રો દોર્યા 

નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિએ આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. ગયા મહિને સમિતિએ નડિયાદ મહાનગરપાલિકાના અધિકારીઓને આવેદનપત્ર આપી સીટી બસ સેવા યુદ્ધના ધોરણે શરૂ કરવાની માંગ કરી હતી. જોકે, કોઈ પગલાં ન લેવાતાં, સમિતિએ શહેરની 9થી વધુ જાહેર જગ્યાઓ, જેમ કે વલ્લભનગર મહાદેવ, બાલકનજી બારી, પીજ રોડ, રેલવે સ્ટેશન, મીલ રોડ અને નવી કોર્ટ આસપાસના વિસ્તારોમાં “સીટી બસ ચાલુ કરો”ના ભીંતચિત્રો દોર્યા છે. સમિતિના પ્રમુખ નરેન્દ્ર નકુમે જણાવ્યું કે, આ પ્રયોગ મહાનગરપાલિકાના “બહેરા કાને” વાત પહોંચાડવા માટે કરવામાં આવ્યો છે.

સીટી બસ 63 દિવસમાં બંધ થઈ ગઈ

 નડિયાદમાં સીટી બસ સેવા લાંબા સમયથી સમસ્યારૂપ રહી છે. એક દાયકા પહેલાં વીટકોસ અને બંસી ટ્રાવેલ્સ જેવી ખાનગી એજન્સીઓએ આ સેવા ચલાવી હતી, પરંતુ નુકસાન અને અન્ય કારણોસર તે બંધ થઈ ગઈ. વર્ષ 2023માં રાજ્ય સરકારે ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ 32 CNG બસો મંજૂર કરી હતી, અને ડિસેમ્બર 2024માં 5 બસો સાથે સેવા શરૂ થઈ. આ ઉદ્ઘાટનમાં ધારાસભ્ય પંકજ દેસાઈ, સાંસદ દેવુસિંહ ચૌહાણ અને પાલિકા અધિકારીઓએ ભાગ લીધો હતો. જોકે, ફેબ્રુઆરી 2025માં આ બસો નંબર પ્લેટ વિના દોડતી હોવાનું જણાતાં, આરટીઓના નિયમોના ભંગને કારણે મહેસાણાની ગુરુકૃપા ટ્રાવેલ એજન્સીને નોટિસ આપવામાં આવી, અને સેવા 63 દિવસમાં બંધ થઈ ગઈ.

હાલમાં, આ બસો રેલવે સ્ટેશનની બહાર ધૂળ ખાતી પડી છે, જે નાગરિકોમાં નિરાશા અને રોષનું કારણ બની રહી છે. નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિએ ચેતવણી આપી છે કે, જો ટૂંક સમયમાં આ સેવા શરૂ નહીં થાય, તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

નડિયાદની સીટી બસ સેવા શરૂ થવી અને બંધ થવી એ શહેરના લાખો નાગરિકો માટે નિરાશાજનક રહી છે. નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિના પ્રયાસો અને ભીંતચિત્રો દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ મહાનગરપાલિકા અને એજન્સીની નિષ્ક્રિયતાને કારણે સમસ્યા યથાવત્ છે. નાગરિકોની માંગ છે કે આ સેવા ઝડપથી શરૂ કરવામાં આવે, જેથી મુસાફરીની સમસ્યાઓ હળવી થાય.

આ પણ વાંચો:

નડિયાદમાં સીટી બસ સેવા ફરી શરુ, આટલી બસોને અપાઈ લીલી ઝંડી!

US: લોસ એન્જલસ સળગ્યું, ટ્રમ્પે કમાન્ડો તૈનાત કરતાં સ્થિતિ વધુ વણસી, જાણો આખો વિવાદ

MP: 4 બાળકો 60 દિવસ હોસ્પિટલમાં રહ્યા, ડોક્ટરોએ કહ્યું જીવ બચાવવા સરળ ન હતુ!

ચૂંટણીપંચ હરિયાણા-મહારાષ્ટ્ર ચૂંટણીનો ડેટા ક્યારે આપશે?, રાહુલે 2009થી 2024 ચૂંટણીના ડેટા માંગ્યા | Rahul Gandhi

Rajkot: અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો ખુલાસો, જાણો સગીરાએ શું કહ્યું?

Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?

kheda: મહુધા પાસેથી બે મિત્રોનું અપહરણ, ‘ચૂપચાપ બેસી રહેજો નહીં તો પતાવી દઈશું’, પછી શું થયું?

Raja Raghuvanshi Murder Case: કોણ છે રાજ કુશવાહા જેના માટે સોનમે પોતાના પતિનો જીવ લીધો

દ્વારકાના લોકો TATA કંપનીના પ્રદૂષણથી મુક્ત કેવી રીતે થઈ શકે?, જુઓ વીડિયો

Los Angeles Violence: અમેરિકાના લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો બન્યા તીવ્ર, ટ્રમ્પે પ્રદર્શનકારીઓને આપી ચેતવણી

Related Posts

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 6 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 8 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 10 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 15 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 9 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા