
ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના સોડપુર પ્રાથમિક શાળામાં શિક્ષકો અને આચાર્ય સામસામે આવી ગયા છે. શાળાના આચાર્ય અને શિક્ષક વચ્ચે સ્કૂલ શરૂ થયા બાદ મોબાઇલ જમા કરાવવા બાબતે ઝઘડો થયો હતો. જેને ઉગ્ર સ્વરુપ ધારણ કરી લેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
આચાર્યનો આક્ષેપ કર્યા છે કે શિક્ષકો શાળામાં બાળકોને ભણાવતા નથી. અને મોબાઈલમાં સમય વિતાવે છે. અને આચાર્ય નરેન્દ્રકુમાર પટેલે પ્રાર્થના સમયે બાળકોને સૂચના આપી હતી કે શિક્ષકો તમારા વર્ગ ખંડમાં મોડા આવે તો મને કે માતાપિતાને જાણ કરવી.
વચ્ચે પડેલા શિક્ષકને ઝાંડું વાગી ગયું
જે બાદ આચાર્યએ આજે પ્રાર્થના સમયે શિક્ષકોને મોબાઈલ જમા કરવાનું કહેતાં એક શિક્ષકે મોબાઈલ જમા કરાવ્યો ન હતો. અને કહ્યું હતુ કે હું પ્રાર્થના પછી જમા કરાવી દઈશ તે દરમિયાન મોબાઈલ જમા ન કરવાનાર શિક્ષક કિરિટકુમાર વાળંદ પાછળ આચર્ય નરેન્દ્રકુમાર ઝાડું લઈને મારવા દોડ્યા હતા. જે સમયે વચ્ચે પડેલા શિક્ષકને ઝાંડું વાગી ગયું હતુ. જેનો વિડિયો વાઈરલ થઈ રહ્યો છે.
સમગ્ર મામલે ચકલાસી પોલીસ સ્ટેશનમાં શિક્ષકો અને આચાર્ય ફરિયાદ નોંધાવા પહોંચ્યા છે.