
“ધર્મપુત્ર” “ધર્મ રક્ષક”ના રાજમાં મંદિરો તોડવાનું તેમના લોહીમાં છે! જુઓ સિનિયર પત્રકાર મેહુલ વ્યાસની વિસ્તૃત છણાવટ,વીડિયો જોવાનું ચૂકશો નહીં!
Temple demolished for RSS office:
હિંદુઓ અને ધર્મનો ઝંડો લઈ ફરતા RSS ઉપર ગંભીર આરોપ લાગ્યા છે. જેમાં દિલ્હીમાં RSS કાર્યાલયના પાર્કિંગ માટે 1500 વર્ષ જૂના ગોરખનાથ મંદિરને તોડી પાડવાની ઘટના બનતા ભારે હોબાળો મચી ગયો છે.
સ્થાનિક રહેવાસીઓ અને અનેક સંગઠનોએ આ કાર્યવાહી પર પોતાનો રોષ વ્યક્ત કરી વિરોધ શરૂ કર્યો છે પરિણામે અહીં તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
લોકો ખૂબજ ગુસ્સામાં જોવા મળી રહયા છે અને RSS કાર્યાલયના પાર્કિંગ માટે તેમણે આ પ્રાચીન મંદિર તોડી પાડ્યુ હોવાનું જણાવી સોશિયલ મીડિયા ઉપર પ્રતિક્રિયા આપી રહયા છે.
દિલ્હીમાં ઝાંડેવાલનમાં RSS કાર્યાલય પાસે આવેલા 1500 વર્ષ જૂના શ્રીગોરખનાથ મંદિરને RSSના પાર્કિંગ માટે જગ્યા ખુલ્લી કરવા માટે તોડી પાડવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને હિન્દૂ ધર્મનો ઝંડો લઈને ફરતા ભાજપ અને RSSની માનસિકતા છતી થઈ હોવાના આરોપ લાગી રહયા છે ત્યારે આ અંગે સિનિયર પત્રકાર શ્રી મેહુલ ભાઈ વ્યાસે પોતાની પ્રતિક્રિયામાં ભાજપ અને RSSની અસલી માનસિકતા છતી કરી છે અને જનતાનો અવાજને વાચા આપી છે નીચે આપેલો વીડીયો જોવાનું ચૂકશો નહિ,જૂઓ વીડિયો
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







