
Sambitpatra: આજકાલ X ઉપર અકાઉન્ટના લોકેશન મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે સૌ પ્રથમ ભાજપના સાંસદ સંબિત પાત્રાએ દાવો કર્યો હતો કે ઘણા ડાબેરી અને કોંગ્રેસ તરફી પ્રભાવશાળી લોકો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણપૂર્વ એશિયામાં સ્થિત છે અને ભારત વિરુદ્ધ એક એજન્ડા આગળ ધપાવી રહ્યા છે. તેમણે કહ્યું, “કોંગ્રેસનું મિશન દેશને વિભાજીત કરવાનું છે અને તેથી તે ભારત વિરોધી વાતાવરણ બનાવવા માટે વિદેશી દેશો સાથે સાંઠગાંઠ કરી રહી છે.” તેમણે ઉમેર્યું હતું કે ઘણા વિદેશી એકાઉન્ટ્સ ભારતની બંધારણીય સંસ્થાઓને બદનામ કરી રહ્યા છે અને ચૂંટણી પંચ વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરી છે.
હવે સંબિત પાત્રાના આ નિવેદનનો કોંગ્રેસે પણ કરારો જવાબ આપ્યો હતો અને ભાજપના ખાતા પણ વિદેશથી હેન્ડલ થતા હોવાના પુરાવા આપતા ભાજપની બોલતી બંધ થઈ ગઈ છે અને ભાજપના સાંસદ સંબિત પાત્રાના અકાઉન્ટ જ્ઞાનની મહોમદ ઝુબેર અને સુપ્રિયાએ બરાબરની મજાક ઉડાવી છે જેની ચર્ચા સિનિયર પત્રકાર શ્રી મેહુલ વ્યાસ આ વીડિયોમાં કરી રહયા છે જે જોવાનું ચૂકશો નહી,પ્રસ્તુત છે વિડીયો:
આ પણ વાંચો:
Rohtak Basketball Player Death: ભંગાર થઈ ગયેલા બે હેવી બાસ્કેટ પોલ તૂટતા બે આશાસ્પદ ખેલાડીઓના મોત!
Imran Khan Killed in Jail:શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!







