
ગુજરાતમાં ધાર્મિક સ્થળોની પ્રોપર્ટીને લઈ થતાં ઝઘડાનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં સંપત્તિને લઈને ફરી એક વાર સાધુઓ વચ્ચે વિવાદ થયો છે. નર્મદા જીલ્લાના ધનેશ્વર મંદિરના આશ્રમમાં સાધુ સંતો વચ્ચે વિવાદ તે હદે વધ્યો કે, પોલીસની હાજરીમાં જ સાધ્વીએ સાધુને લાફી મારી દેતાં ચકચાર મચી ગઈ છે. જે વિડિયો હાલ વાઈરલ થયો છે.
25 વર્ષથી ચાલે છે વિવાદ
નર્મદા નદીના કિનારે આવેલા નાંદોદ તાલુકાના માંગરોલ ગામે પ્રખ્યાત ધનેશ્વર મહાદેવ મંદિર અને આશ્રમનો વિવાદ છેલ્લાં 25 વર્ષથી ચાલી રહ્યો છે. ત્યારે હવે જમીન મુદ્દે ત્યાં જ રહેતા બે સાધુ-સાધ્વી વચ્ચે ફરી એકવાર મોટી બબાલ થઈ છે.
ધનેશ્વર મંદિરના મહંત તરીકે ગણાવતા મહંત જાનકીદાસ બાપુનાં પત્ની ભગવતદાસ ઉર્ફે ભૌમિકાબેન અને મંદિરની નજીક રહેતા અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મંત્રી સદાનંદ મહારાજ વચ્ચે થઈ હતી. આ માથાકુટ તે હદે વધી ગઈ હતી કે, તેમને પોલીસ બોલાવવી પડી હતી. ગઈકાલે જાનકીદાસ બાપુની પત્નીએ પોલીસને ફોન કરીને સદાનંદ મહારાજ અને અન્ય લોકોએ આશ્રમ પર રાત્રે પહોંચી હતી. અને પોલીસની હાજરીમાં જ અપશબ્દો બોલ્યા હતા. જે બાદ મહંત જાનકીદાસ બાપુની પત્ની ભાગવતદાસ ઉર્ફે ભૌમિકાબેને પોલીસની હાજરીમાં જ આ મામલો ઉગ્ર બનતા સાધ્વીએ સદાનંદ મહારાજને લાફો ફટકારી દીધો હતો. જો કે આ બાદ મામલો ઉગ્ર બન્યો હતો.
આત્મવિલોપનની ચીમકી
જે બાદ તમામને પોલીસ મથકે લઈ જવાયા હતા અને કાયદેસરની કાર્યવાહી બાદ મુક્ત કરાયા હતા.આ અંગે પોલીસે બંને સંતોની સામ સામે ફરિયાદો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ સદાનંદ મહારાજે પોતાના જીવને જોખમ છે તેમ કહી સુરક્ષા માંગી હતી. તેમજ જો આ મુદ્દે કાંઇ નિરાકરણ નહિ આવ્યું તો હાઇકોર્ટ નજીક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સાધ્વીએ વિડિયો મારફતે શું કહ્યું?







