Waqf પર દેશભરમાં બબાલ, રાજકીય ખેંચતાણ, CM યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધી શું કહ્યું?

  • India
  • April 13, 2025
  • 5 Comments

CM Yogi’s statement on Waqf: જ્યારથી વક્ફ બીલ કાયદો બની ગયું છે ત્યારથી દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. મુસ્લીમો કહી રહ્યા છે વક્ફ કાયદો અમને નુકસાન કરનારો છે. જેથી આ કાયદાનો દેશભરમાં મુસ્લીમો વિરોધ કરી રહ્યા છે. વક્ફ પર રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. યોગીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે 1976માં કોંગ્રેસે બંધારણમાં સુધારો કર્યો હતો. જેમાં કેટલાંક શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. જેની સામે બાબા સાહેબે પોતે દલીલ કરી હતી. ડૉ. આંબેડકરના અંતિમ સંસ્કાર બૌદ્ધ વિધિઓ અનુસાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર મહારાષ્ટ્રના મુંબઈ શહેરના ચૈત્યભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા.

સીએમ યોગી ખોટું બોલે છે?

જોકે બાબા સાહેબે સુધારા પર વિરોધ કર્યો હોય તેની પુષ્ટી થતી નથી. ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નિધન 6 ડિસેમ્બર, 1956ના રોજ થયું હતું, જ્યારે 42મો બંધારણીય સુધારો 1976માં લાગુ કરવામાં આવ્યો હતો. આથી આંબેડકરે સુધારાનો વિરોધ કરવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, કારણ કે તે સમયે તેઓ જીવિત હતા.

સીએમ યોગીએ કહ્યું કે કોંગ્રેસે દિલ્હીમાં આંબેડકરના અંતિમ સંસ્કાર થવા દીધા નહીં. આ જૂના પક્ષે ભારતીય બંધારણના નિર્માતાનું સ્મારક બનાવવાનો ઇનકાર કર્યો હતો. આ એ લોકો છે જેમણે બાબા સાહેબ આંબેડકરને ચૂંટણી હારવા દીધા હતા. તેમના ‘મહા પરિનિર્વાણ’ પછી, એક સ્મારક પણ બનાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

યોગીએ કહ્યું કે કોંગ્રેસે દિલ્હીમાં ભીમરાવના અંતિમ સંસ્કાર ન કરવા દીધા. તે પણ ખોટું  હોઈ શકે છે કારણ કે બાબા સાહેબના દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવાનો વિરોધ કર્યો હોય તેવા કોઈ તથ્યો નથી.

વકફના નામે હજારો એકર જમીન પર કબજો

મુખ્યમંત્રીએ વક્ફ સુધારા કાયદા અંગે પણ વિપક્ષ પર નિશાન સાધ્યું હતુ. તેમણે કહ્યું કે વકફના નામે હજારો એકર જમીન પર કબજો કરવામાં આવ્યો છે. વકફ પાસે તેનો કોઈ મહેસૂલ રેકોર્ડ નથી. હવે જ્યારે કાર્યવાહી થઈ રહી છે ત્યારે કેટલાક લોકો હિંસા ભડકાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ત્રણ હિન્દુઓને તેમના ઘરમાંથી ખેંચીને મારી નાખવામાં આવ્યા. આજે યુપીના તે લોકો દલિત તરફી હોવાની વાત કરે છે. તેમના પક્ષો સાથે જોડાયેલા લોકોએ ગરીબો, વંચિતો અને દલિતોની મોટાભાગની જમીનો પર કબજો જમાવી લીધો છે.

આ પણ વાંચોઃ

ચંદ્ર ગોવિંદ દાસે બંધારણના ઘડવૈયા અંગે શું કહી દીધું કે વિવાદ છેડાયો?, | Video | Chandra Govind Das

Ahmedabad: બોપલ બ્રિજ પર ડમ્પરે બાઈકચાલકને ઉલાળ્યો, બહેનના ઘરે જમવાનું લેવા પહોંચે તે પહેલા મોત

પશ્ચિમ બંગાળ બેકાબૂ!, હિંસામાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના મોત, BSF તૈનાત | Murshidabad

Bet Dwarka: દબાણો હટાવવાની કામગીરી દરમિયાન નીકળ્યું પ્રાચીન હનુમાનજીનું મંદિર, વાંચો વધુ

Related Posts

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 3 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 4 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 5 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 11 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 9 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 11 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ